
તમિલનાડુ સરકારે તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય – સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે
- તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા લીધો મહત્વનો નિર્ણય
- સિનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ હવે 100 ટકા દર્શકો સાથે ખુલશે
દિલ્હીઃ-તામિલનાડુ એ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેણે કોરોના સમયગાળા દરમિયાન થિયેટરોને સંપૂર્ણ રીતે 100 ટકા દર્શકો સાથે ખોલવાની મંજૂરી આપી છે.વાત જાણે એમ છે કે રાજ્ય સરકારે તમિલ ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નવી માર્ગદર્શિકા રજુ કરી છે. આ અંતર્ગત,50 ટકા ક્ષમતાના નિયમને, થિયેટરો અને મલ્ટિપ્લેક્સથી દૂર કરવામાં આવ્યા છે અને તે વધારીને 100 ટકા કરવામાં આવ્યા છે.
તમિલનાડુ સરકારે આદેશ જારી કરીને જણાવ્યું કે મલ્ટિપ્લેક્સ અને થિયેટરો પરના 50 ટકા પ્રેક્ષકો પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે અને બેઠકની ક્ષમતા પહેલાની જેમ 100 ટકા કરવામાં આવી છે. જો કે, કોરોના સંબંધિત સતત એસઓપીનું પાલન કરવાનું રેહેશ.
100 ચટકા દર્શકો સાથે ખુલશે સિનેમાઘરો અને થીયેટરો
સરકાર તરફથી આ આદેશ ત્યારે જારી કરવામાં આવ્યા છે કે,જ્યારે એક દિવસ પહેલા જ અભિનેતા વિજય અને થિયેટરમાલિકોએ મુખ્યમંત્રીના પલાનીસ્વામીને થિયેટર અને સિનેમાઘરોને સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરવાની અપીલ કરી હતીઉલ્લેખનીય છે કે,. સલામત કોવિડ -19 પ્રોટોકોલ મુજબ, ઓક્ટોબરથી લોકોને 50 ટકા દર્શકો સાથે રાજ્યના થિયેટરો અને સિનેમાધરોમાં બેસવાની મંજૂરી આપવામાં આવી હતી.
સાહિન-