1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા જવાનો માટે ટાર્ગેટ કિલીંગ મોટો પડકાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા જવાનો માટે ટાર્ગેટ કિલીંગ મોટો પડકાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા જવાનો માટે ટાર્ગેટ કિલીંગ મોટો પડકાર

0
Social Share

દિલ્હીઃ વર્ષ 2021માં સુરક્ષા એજન્સીઓ માટે ડ્રોન અને ટાર્ગેટ કિલિંગ એક મોટો પડકાર રહ્યો હતો. આ પડકાર નવા વર્ષમાં પણ ચાલુ રહેવાની શકયતા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેને મોટું હથિયાર બનાવ્યું છે. કાશ્મીરમાં હાઈબ્રિડ આતંકવાદીઓ દ્વારા બિન-કાશ્મીરીઓ, કાશ્મીરી પંડિતો અને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ અંગે ચિંતિત છે. આ પ્રવૃતિ ઉપર અંકુશ લગાવવો ખૂબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં હાઈબ્રિડ આતંકવાદીઓ સક્રીય થયા છે. તેમણે કાશ્મીરમાં ટાર્ગેટ કીલીંગને જન્મ આપ્યો છે. માત્ર ઓક્ટોબર મહિનામાં 11 વ્યક્તિઓની હત્યા કરાઈ હતી. જેમાં કાશ્મીરી પંડિતો, બિન-કાશ્મીરીઓ અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર 2 ઓક્ટોબરના રોજ, મોહમ્મદ શફી ડાર અને માજિદ અહેમદ ગોજરીને સુરક્ષા દળોના બાતમીદાર હોવાની શંકાના આધારે આતંકવાદીઓએ મારી નાખ્યો હતો. 5 ઓક્ટોબરના રોજ, કાશ્મીરી પંડિત માખન લાલ બિન્દ્રુની હત્યા કરવામાં આવી હતી. એ જ દિવસે બિહારના એક સ્ટ્રીટ વેન્ડર વીરેન્દ્ર પાસવાનને ગોળી મારી દેવામાં આવી હતી. 7 ઓક્ટોબરે શિક્ષિકા સુપિન્દર કૌર સ્કૂલમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી. આ જ શાળામાં તૈનાત જમ્મુના શિક્ષક દીપક ચંદને પણ ગોળી મારવામાં આવી હતી. 16 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશના એક કારીગર સગીર અહેમદની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ દિવસે બિહારના શ્રમજીવી અરવિંદ કુમારની પણ હત્યા કરવામાં આવી હતી. તેમજ 13 સપ્ટેમ્બરે સબ ઈન્સ્પેક્ટર અરશદને આતંકીએ ગોળી મારી હતી.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code