
- ચાની ભૂકી વાળ માટે બેસ્ટ ઓપ્શેનટ
- વાળને સ્ટ્રોંગ અને સીલ્કી બનાવે છે
સામાન્ય રીતે આ સમયે દરેક વ્યક્તિ વાળ ખરવા કે ઉતરવાની સમસ્યાથી પરેશાન છે. વાળ તૂટવાથી લઈને સફેદ થવાની સમસ્યા સામાન્ય બની રહી છે. તેની પાછળ ખરાબ પાણી અને તમારી ખરાબ જીવનશૈલી જવાબદાર છે. વાળને સારા બનાવવા તમારે ચા પત્તીનું પાણી પમ ટ્રાય કરવુ જોઈએ. આનાથી તેમને આ પ્રકારની સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે. તો ચાલો જાણીએ કે ચાના પાંદડાનું પાણી તમારા વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે.
કઈ રીતે કરવો ઉપયોગ
આ માટે એક તપેલીમાં 2 ગ્લાસ જેટલુંન પાણી લેવું.તેમાં 3 થી 4 ચમચી ચાની પત્તી એડ કરીને 5 થીિ 8 મિનિટ ઉપાળઈલો, ત્યાર બાદ તેને તદ્દન ઠંડુ પડી જવાદો, પછી તમે આ પાણીને માથા નવાળમાં લગાવી શકો છો.સ્પ્રે કરી શકો છો, અને તેનાથઈ વાળ ધોઈ શકો છો, અથવા સ્કેલ પર આ પાણીથી મસાજ કરી શકો છો.
જાણો ચાના પાણીનો ઉપયોગ વાળ પર કરવાથી થતા લાભ
તમારા વાળના ગ્રોથને સુધારવા માટે ચાના પાણીનો ઉપયોગ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તે તમારા વાળને ચમક આપે છે,
આ સાથે જ વાળ તૂટવાની સમસ્યાને ઓછી કરવાની સાથે વાળને સ્વસ્થ રાખવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે., ચાની પત્તીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે માથા ઉપરની ચામડીમાંથી વાળને ગ્રોથ કરવામાં મદદરુપ સાબિત થાય છે
જો તમે તમારા વાળમાં ચમક લાવવા માંગતા હોવ તો આ પાણીથી રોજ તમારા વાળ ધોઈ લો. તમને આનો ફાયદો ચોક્કસ મળશે. આ સિવાય વાળને મોઈશ્ચરાઈઝ રાખવામાં પણ ચા પત્તીનું પાણી ખૂબ જ ઉપયોગી છે.
ચાના પાંદડાના પાણીથી તમારા વાળનો રંગ કુદરતી રીતે કાળો થઈ શકે છે. જો તમે તમારા વાળને કુદરતી રીતે કાળા કરવા માંગતા હોવ તો તમે ચાના પાણીનો ઉપયોગ કરી શકો છો.