1. Home
  2. ગુજરાતી
  3. કઇ ટેલિકોમ કંપનીઓની સર્વિસ સંબંધિત છે સૌથી વધુ ફરિયાદ? ટ્રાઇએ આંકડા જાહેર કર્યા
કઇ ટેલિકોમ કંપનીઓની સર્વિસ સંબંધિત છે સૌથી વધુ ફરિયાદ? ટ્રાઇએ આંકડા જાહેર કર્યા

કઇ ટેલિકોમ કંપનીઓની સર્વિસ સંબંધિત છે સૌથી વધુ ફરિયાદ? ટ્રાઇએ આંકડા જાહેર કર્યા

0
Social Share
  • કઇ કંપનીઓની સર્વિસ સંબંધિત ફરિયાદો ટ્રાઇને મળી
  • ટ્રાઇને આ વર્ષે ભારતી-એરટેલની સર્વિસ સંબંધિત ફરિયાદો સૌથી વધુ મળી
  • આ પછી આ યાદીમં બીજા ક્રમાંકે વોડાફોન-આઇડિયા છે

નવી દિલ્હી: દર વર્ષે ટ્રાઇને ટેલિકોમ કંપનીઓની સેવાને લઇને હજારોની સંખ્યામાં ફરિયાદો મળતી હોય છે. આ વર્ષે ટ્રાઇને ભારતી એરટેલ વિરુદ્વ સૌથી વધુ ફરિયાદ મળી છે. આ પછી આ યાદીમં બીજા ક્રમાંકે વોડાફોન-આઇડિયા અને ત્યારબાદ જીયો છે.

વર્ષ 2021 દરમિયના ભારતી-એરટેલની સેવા સંબંધિત 16,111 ફરિયાદો ટ્રાઇને મળી છે. વર્ષ 2021માં વોડાફોન-આઇડિયાની સર્વિસ સંબંધિત 14,187 અને રિલાયન્સ જીયોની સેવાઓ વિરુદ્વ 7341 ફરિયાદો નોંધાઇ છે. વોડફાઇ-આઇડિયા કંપની વિરુદ્વ ટ્રાઇને મળેલી કુલ 14,487 ફરિયાદોમાંથી 9186 ફરિયાદો આઇડિયા વિરુદ્વ અને 5301 ફરિયાદો વોડાફોન વિરુદ્વ થઇ છે.

નોંધનીય છે કે, ટ્રાઇ એક્ટ-1997માં વ્યક્તિગત ધોરણે ગ્રાહકોએ કરેલી ફરિયાદોના સમાધાનની જોગવાઇ નથી. અલબત્ત ફરિયાદો સંબંધિત ટેલિકોમ પ્રોવાઇડરોને મોકલવામાં આવી છે. નોંધનિય છે કે, હાલ ભારતમાં 106 કરોડ મોબાઇલ યુઝર્સ છે. ઇન્ટરનેટ સર્વિસનો વ્યાપ અને સ્માર્ટફોનનો ક્રેઝ વધતા દેશમાં મોબાઇલ નેટ સર્વિસનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code