1. Home
  2. ગુજરાતી
  3. હવે ક્લાઇમેન્ટ ચેન્જ માટે ગૂગલે બિડું ઝડપ્યું, હવે આ ટેક્નોલોજી પર કરશે કામ
હવે ક્લાઇમેન્ટ ચેન્જ માટે ગૂગલે બિડું ઝડપ્યું, હવે આ ટેક્નોલોજી પર કરશે કામ

હવે ક્લાઇમેન્ટ ચેન્જ માટે ગૂગલે બિડું ઝડપ્યું, હવે આ ટેક્નોલોજી પર કરશે કામ

0
Social Share
  • હવે ક્લાઇમેન્ટ ચેન્જને લઇને ગૂગલ સર્ચ પહેલ કરી રહ્યું છે
  • ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ગૂગલ LLC પ્રયાસરત છે
  • ગૂગલ દ્વારા નવું ફીચર વિકસિત કરવામાં આવ્યું છે

નવી દિલ્હી: હવે ક્લાઇમેટ ચેન્જને લઇને ગૂગલ સર્ચ પહેલ કરી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ગૂગલ LLC પ્રયાસરત છે. ગૂગલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા, સ્વચ્છ ઊર્જાને ટેકો આપવા અથવા ઇકો-ફ્રેન્ડલી ગતિવિધિઓ માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ગૂગલ દ્વારા નવું ફીચર વિકસિત કરવામાં આવ્યું છે. જેમાં ઓછું પ્રદૂષણ ફેલાવતી ફ્લાઇટ અંગે જાણકારી આપવામાં આવશે. આવી ફ્લાઇટનો ઉપયોગ કરીને યૂઝર પ્રદૂષણ ઓછું ફેલાવવામાં મદદ કરશે.

સામાન્યપણે ટ્રાફિક લાઇટનું ટાઇમિંગ યોગ્ય ના હોવાના કારમે કરોડો વાહનોમાંથી વધુ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે અને ઘોંઘાટ પણ વધે છે. જેથી લોકો પર્યાવરણને અનુકૂળ નિર્ણયો લે તે માટેની ટેક્નોલોજી પર ગૂગલ કામ કરે છે. ગૂગલ દ્વારા ટ્રાફિક લાઇટમાં AIનો ઉપયોગ કરી તેને વધુ વ્યવહારુ બનાવવામાં આવશે. ગૂગલનો નવો પ્રોજક્ટ શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિ અને સમયનો તાલમેલ બેસાડવા માટે AIનો ઉપયોગ કરશે.

ક્લાઇમેટ કટોકટીને ધ્યાનમાં રાખીને ગૂગલે તેના પ્લેટફોર્મમાં વિશેષ સુવિધા ઉમેરી છે. જેમાં યૂઝર્સ ઓછા કાર્બનનું ઉત્સર્જન કરતી હોટેલ વિકલ્પ પસંદ કરી શકશે. યૂઝર્સને ખબર પડશે કે હોટેલ વધુ પ્રદૂષણ ફેલાવે છે. આ માટે હોટેલે ક્લાઇમેટ સર્ટિફિકેટ બતાવવું પડશે. ઘણી હોટલોએ આ માહિતી ઉમેરવાનું શરૂ કર્યું છે. જેથી અન્ય હોટલ્સ પર પણ આવું કરવા દબાણ ઉભું થયું છે.

ગૂગલ ગ્રાહકોને ગૂગલ પર શોપિંગ કરતી વખતે વધુ ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો બતાવશે. આવતા વર્ષની શરૂઆતમાં યુઝર્સ કાર મોડેલો અને કંપનીઓને સર્ચ કરશે ત્યારે ગૂગલ હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના રિઝલ્ટ પણ બતાવશે. કોઈ ચોક્કસ ઇલેક્ટ્રિક વાહનને સર્ચ કરતી વખતે યુઝર્સને નજીકના ચાર્જિંગ સ્ટેશનો પણ મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code