1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ ટૂંક સમયમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ ચેનલ્સ કરી શકે છે લૉન્ચ
ગૂગલ ટૂંક સમયમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ ચેનલ્સ કરી શકે છે લૉન્ચ

ગૂગલ ટૂંક સમયમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ ચેનલ્સ કરી શકે છે લૉન્ચ

0
Social Share
  • ટેલિવિઝિન દુનિયામાં ગૂગલ હવે તહેલકો મચાવશે
  • ટૂંક સમયમાં પોતાની ટીવી સ્ટ્રીમિંગ ચેનલ્સ લૉન્ચ કરશે
  • આ ટીવી ચેનલ્સ નિ:શુલ્ક હશે

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ગૂગલ સર્ચ એન્જિન સૌથી વધુ લોકપ્રિય અને ઉપયોગમાં લેવાતું પ્લેટફોર્મ છે. થોડા વર્ષો પહેલા ગૂગલે પોતાના એંડ્રોઇડ ટીવી પ્લેટફોર્મ Google TV લૉન્ચ કર્યું હતું જે ક્રોમકાસ્ટ અને સ્માર્ટ ટીવી એજેવા પ્લેટફોર્મ્સ સાથે મળીને કામ કરે છે. જો અહેવાલ માનીએ તો ગૂગલ ટીવી પર પોતાની ફ્રી ટીવી ચેનલ્સ લાવી રહ્યું છે. ચાલો તેના વિશે વાંચીએ.

એક રિપોર્ટ અનુસાર ગૂગલ ટીવી પર યૂઝર્સને ગૂગલની પોતાની ટીવી ચેનલ મળશે જે નિ:શુલ્ક હશે. તેના માટે ગૂગલ ટીવી યૂઝર્સને એક વિશેષ લાઇવ ટીવી મેનુ મળશે જેનાથી તે ઘણી ચેનલ્સમાંથી પોતાની મનપસંદ ચેનલને સિલેક્ટ કરી શકશે. બાકી કમ્પેટિબલ સ્માર્ટ ટીવી પર આ ચેનલ્સ ઑવર-ધ-ઇયર પ્રોગ્રામિંગ સાથે જ મળશે. જેને એક એંટીના દ્વારા સિલેક્ટ કરી શકાશે.

પ્રોટોકોલ અનુસાર ગૂગલે પોતાના આ નવા પગલાંની જાહેરાત આગામી થોડા અઠવાડિયામાં અથવા મહિનામાં કરી શકે છે પરંતુ ક્યાંક એવું અનુમાન પણ લગાવવામાં આવે છે કે યૂઝર્સને ટીવી ચેનલ્સ આગામી વર્ષે જ જોવા મળશે જ્યારે કંપની પોતાના સ્માર્ટ ટીવી પાર્ટનર્સ સાથે વાતચીત કરી લેશે.

મહત્વનું છે કે, ગૂગલ ફ્રી સ્ટ્રીમિંગ ટીવી ચેનલ્સ લાવનાર પ્રથમ પ્લેટફોર્મ નથી, સ્માર્ટ ટીવી પ્લેટફોર્મ રોકુ પહેલાં આ આ લૉન્ચ કરી ચૂક્યું છે જેમાં તે યૂઝર્સને 200 થી વધુ ફ્રી ચેનલ તેમજ 10 હજારથી વધુ શો તેમજ ફિલ્મો આપે છે. ગૂગલના આ નવા પગલાં માટે ગ્રાહક ખૂબ ઉત્સાહિત છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code