1. Home
  2. ગુજરાતી
  3. શું તમે પણ બેડ પર ફોન ચાર્જ રાખીને સૂઇ જાઓ છો? તો હવે ચેતી જજો અન્યથા ભારે પડી જશે
શું તમે પણ બેડ પર ફોન ચાર્જ રાખીને સૂઇ જાઓ છો? તો હવે ચેતી જજો અન્યથા ભારે પડી જશે

શું તમે પણ બેડ પર ફોન ચાર્જ રાખીને સૂઇ જાઓ છો? તો હવે ચેતી જજો અન્યથા ભારે પડી જશે

0
Social Share
  • જો તમને પણ રાત્રે બેડ પર ફોન ચાર્જિંગમાં રાખીને સૂવાની આદત છે તો ચેતી જજો
  • આ રીતે ચાર્જિંગમાં રાખીને સૂઇ જવાથી ફોનમાં વિસ્ફોટની શક્યતા રહે છે
  • ગાદલા અને બેડ આગ જલ્દી પકડી લેતા હોવાથી હોનારત બની શકે છે

નવી દિલ્હી: ઘણા લોકોને રાત્રે પોતાના બેડ કે તકિયા નીચે ફોન ચાર્જિંગમાં રાખીને સુવાની આદત હોય છે. જો તમે પણ આ પ્રકારની આદત ધરાવો છો, તો તરત જ તેને બદલી નાંખજો અન્યથા લેવાના દેવા પડી જશે.

ફેસબુક પેજ CPR કિડ્સ પર બળી ગયેલા iPhone કેબલ અને બેડશીટની તસવીર શેર કરવામાં આવી રહી છે. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જો તમે સૂતી વખતે ફોનને માથા પર અથવા તમારી બાજુમાં ચાર્જ કરીને સૂઇ જાઓ છો, તો તમારા ફોનમાં વિસ્ફોટ અથવા આગ લાગવા જેવી હોનારત થઇ શકે છે.

ગાદલા, પલંગની ચાદર એ બધી વસ્તુઓ આગ જલ્દી પકડી લે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે સૂતી વખતે ફોન ચાર્જિંગ પર રાખીને સૂઇ જાઓ છો, તો તે ચાર્જ કર્યા પછી વધુ ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે ફોનને ચાર્જિંગમાંથી હટાવતા નથી, તો તેમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે.

રિપોર્ટ અનુસાર, લોકો ફોનને ઝંઝટ વગર ચાર્જ કરવા માટે ઊંઘના સમયનો ઉપયોગ કરે છે, પરંતુ આ યોગ્ય રીત નથી. તમારી આ આદતને કારણે ફોનમાં વિસ્ફોટ કે ગાદલા પર આગ લાગવાની ઘટના બની શકે છે. ખુદ ફોન ઉત્પાદકો પણ પોતાના બોક્સ પર આ વિશે ચેતવણી રીતે લખે છે, પંરતુ લોકો આ ચેતવણીને અવગણે છે અને પછી હોનારતનો ભોગ બને છે.

ઓવરહીટ થઈને પીગળી શકે. આ સાથે જ તૂટેલા કેબલનો ભૂલથી પણ ઉપયોગ ન કરશે. આવા કેબલથી આગ લાગવાનો ભય વધુ રહે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code