
નવી દિલ્હી: દેશમાં જ્યારથી કોરોનાનો રોગચાળો શરૂ થયો છે ત્યારથી હવે મોટા ભાગના કામ લોકો ઘરેથી જ કરી રહ્યાં છે. તેમાં ઓફિસનું કામ, શોપિંગ, ઑનલાઇન ટ્રાન્ઝેક્શન સહિતના કામકાજો સામેલ છે. આપણે આજે ઓનલાઇન શોપિંગ વધી કરી રહ્યા છીએ. જો કે દરેક સારી વસ્તુના કેટલાક ગેરફાયદા પણ હોય છે.
તમે આ જાણીને ચોંકી જશો કે વર્ષ 2021માં અંદાજે 4 લાખ 41 હજાર એકાઉન્ટ હેક થયા હોવાનો અહેવાલ ચે. હેવબિનપ્નડ નામની વેબસાઇટ્સ હેક થયેલા એકાઉન્ટ્સ વિશે માહિતી એકત્રિત કરે છે.
જાણો કેવી રીતે થાય છે હેકિંગ?
જ્યારે પણ તમે કોઇ વસ્તુ ખરીદવા લિંક પર ક્લિક કરો છો. ત્યારે એ તમારો ડેટા કોઇ એપ કે વેબસાઇટ અને ગૂગલ પર સેવ થઇ જાય છે. તમે જે સેવ કરો છો તેમાં તમારુ નામ અને સરનામું સિવાય ડેબિટ કાર્ડની વિગતો, પાસવર્ડ્સ પણ સેવ કરવામાં આવે છે.
હેકર્સ પોતાના બદઇરાદાઓને અંજામ આપવા માટે આ સેવ કરેલી વિગતોનો ઉપયોગ કરતા હોય છે. તમે પણ ત્યારબાદ હેકિંગના શિકાર બનો છો. તો ચાલો તમે ઑનલાઇન બેન્કિંગથી કેવી રીતે બચી શકો છો તેના વિશે જણાવીએ.
તમારું એકાઉન્ટ પણ જોખમમાં છે કે નહીં તે ચકાસવા માટે Haveibeenpwned.com પર જાઓ. તેનાથી તમારી માહિતી હેક થવાના દાયરામાં નથી આવી તે ખબર પડે છે. આ વેબસાઇટ જણાવે છે કે ઇમેલ આઇડીનો ઉપયોગ રેડલાઇન દ્વારા કરવામાં આવ્યો હતો, તો તમારે તરત જ પાસવર્ડ બદલવો આવશ્યક છે.
આપને જણાવી દઇએ કે ધ રેડલાઇન વાયરસ માર્ચ 2020માં મળી આવ્યો હતો અને તે વિવિધ વેબસાઇટ્સમાંથી એકાઉન્ટ વિગતો, વાયરસ લોકોના પાસવર્ડ ચોરી કરવા માટે જાણીતો છે.
તે ઉપરાંત હેકિંગથી બચવા માટે તમે આ પણ એક ટ્રિક ઉપયોગ કરી શકો છો. જેમાં તમને જ્યારે કોઇ વેબસાઇટ તમને પાસવર્ડ યાદ રાખવા માટે કહે છે ત્યારે વિલંબ કર્યા વિના No પર ક્લિક કરો અને હેકિંગથી બચી શકો છો.
તે ઉપરાંત ઇન્કોગ્નિટો મોડ ઓન કરીને શોપિંગ અથવા ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકો છો.