
- વોટ્સએપ ચેટિંગને બનાવો વધુ મજેદાર
- આ રીતે વોટ્સએપના ફોન્ટને કરો ચેન્જ
- અહીંયા આપેલી ટ્રિક્સ અપનાવો
નવી દિલ્હી: વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ મેસેજિંગ માટે થાય છે અને વોટ્સએપ સમયાંતરે તેના યૂઝર્સ માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. વોટસએપ પોતાના યૂઝર્સના અનુભવને વધુ યાદગાર અને રસપ્રદ બનાવવા અવનવા ફીચર્સ લાવતું હોય છે.
એપ જ્યારથી લોન્ચ થઇ છે, ત્યારથી તેમાં એક જ ફોન્ટ જ જોવા મળી રહ્યા છે. પરંતુ જો તમે આ ફોન્ટને જોઇને કંટાળી ગયા છો અને નવા ફોન્ટ્સની તમારી ચેટિંગને વધુ આરામદાયક અને બહેતર બનાવવા માંગો છો તો અહીંયા કેટલીક ટ્રિક્સથી આ શક્ય છે.
તમે એપના ફોન્ટ સ્ટાઇલ અને એપના બેકગ્રાઉન્ડમાં બદલાવ કરી શકો છો. તેમાં તમે ટેક્સ્ટને ઇટાલિક તેમજ બોલ્ડ પણ કરી શકો છો. તે ઉપરાંત જો તમે ટેકસ્ટને હાઇલાઇટ કરવા માંગો છો તો સ્ટ્રાઇકથ્રૂને પણ એપ્લાય કરી શકો છો.
જો તમે તમારા ટેક્સ્ટને ઈટાલિક કરવા માંગો છો તો તેના માટે તમારે શરૂઆત અને અંતમાં અંડરસ્કોર સાઈન લગાવવું પડશે. દાત. _TEST_
જો તમે ચેટિંગ દરમિયાન ટેક્સ્ટને બોલ્ડ કરવા માંગો છો તો ટેક્સ્ટના શરૂઆત અને અંતમાં સ્ટાર લગાવો. દાત. *TEST*
જો તમે તમારા મેસેજમાં સ્ટ્રાઈક થ્રૂ કરવા માંગો છો તો તમારે તમારા ટેક્સ્ટના બંને સાઈડમાં એક ટિલ્ડ લગાવવુ પડશે. દાત. ~TEST~
તે ઉપરાંત ચેટને વધુ મજેદાર બનાવવા માટે પણ અલગ અલગ વોલપેપરને એપ્લાય કરી શકો છો. તેના માટે તમે જે પણ ચેટમાં કસ્ટમ બેકગ્રાઉન્ડ લગાવવા માંગતા હોવ તેને ઑપન કરો. હવે જમણી બાજુ સાઇડમાં આપેલા ત્રણ ડોટ્સ પર પ્રેસ કરો અને પછી વોલપેપર સિલેક્ટ કરો અને સેટ કરો.