
- આ 6 ભારતીય એપ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે
- તેમાં Kooથી માંડીને Moj સુધીની એપ સામેલ છે
- આ દરેક એપ્સ ભારતીય ડેવલપર્સે બનાવી છે
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં એપનું માર્કેટ વ્યાપક છે અને હવે એપ્લિકેશન બનાવવામાં ભારતીય ડેવલપર પણ અવ્વલ છે. ભારતીય ડેવલપર્સ દ્વારા અનેક એપ્લિકેશન બનાવવામાં આવી છે જે લોકોને મનોરંજન માટે ઉપયોગી થઇ રહી છે. તેમાં Koo ઉપરાંત અન્ય અનેક એપ્સ છે. આજે અમે આપને માર્કેટમાં ધૂમ મચાવતી આવી જ એપ્લિકેશનો વિશે જણાવીશું.
Share Chat
વોટ્સએપ જેવી જ એપ છે ShareChat. તે એક રીજનલ સોશિયલ નેટવર્ક છે. આના પર તમે વિચાર, લાઇવ રેકોર્ડિંગ અને નવા મિત્રો બનાવી શકો છો. આ એપ અનેક ભાષામાં ઉપલબ્ધ છે. આના પર અત્યારે 150 મિલિયનથી વધારે રજિસ્ટર્ડ યૂઝર્સ છે.
Koo
Koo એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ એપને માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરનો ઓલ્ટરનેટિવ માનવામાં આવી રહ્યો છે. આ એપની લોકપ્રિયતા પણ હાલના દિવસોમાં ઘણી વધી છે. આ એપ ડિજિટલ ઈન્ડિયા આત્મનિર્ભર ભારત ઈનોવેટ ચેલેન્જનો વિજેતા પણ રહી ચુક્યો છે. આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
Chingari App
ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ બાદ હવે ચિંગારી એપ ભારતમાં ધૂમ મચાવી રહી છે. આ ભારતીય ડેવલપર્સની બનાવટ છે. આ એપને ઘણા સમયથી બનાવાયેલી છે પરંતુ ટિકટોક પર પ્રતિબંધ બાદ તેની લોકપ્રિયતા વધી ગઇ છે. આ એપ ગૂગલ તેમજ એપલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.
FAU-G
ભારતમાં PUBGના પ્રતિબંધ બાદ FAU-Gની જાહેરાત કરાઇ હતી. આ ગેમિંગ એપ યુવાવર્ગમાં પોપ્યુલર છે. આ ગેમમાં ટીમ ડેથ મેચને પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતમાં બનેલી આ ગેમનો પ્રચાર બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર કરી રહ્યાં છે.
Ludo King
ભારતમાં બનેલી Ludo King યુવાનોમાં ઘણી લોકપ્રિય ગેમ છે. આ ગેમની લોકપ્રિયતા લોકડાઉન દરમિયાન ઘણી વધી હતી. આ ગેમને દરેક ઉંમરના લોકો રમી શકે છે. આ એપ એપલ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર બંનેમાં ઉપલબ્ધ છે. આ એપને કરોડો લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.
Moj
Moj એપ પણ ચિંગારી એપની જેમ જ પ્રખ્યાત છે. આ ભારતીય શોર્ટ વીડિયો બેઝ્ડ એપ છે. આ એપ લાખો વખત ડાઉનલોડ થઇ ચૂકી છે. અનેકવિધ ભારતીય ભાષાઓમાં આ એપ ઉપલબ્ધ છે.