1. Home
  2. ગુજરાતી
  3. ટ્વિટર પર હવે અશોભનીય પોસ્ટ મૂકનારની ખેર નથી, ટ્વિટર બ્લોક કરશે એકાઉન્ટ
ટ્વિટર પર હવે અશોભનીય પોસ્ટ મૂકનારની ખેર નથી, ટ્વિટર બ્લોક કરશે એકાઉન્ટ

ટ્વિટર પર હવે અશોભનીય પોસ્ટ મૂકનારની ખેર નથી, ટ્વિટર બ્લોક કરશે એકાઉન્ટ

0
Social Share
  • ટ્વિટર પર ટ્રોલિંગ કરનારની હવે ખેર નથી
  • ટ્વિટર લઇને આવી રહ્યું છે નવું સેફ્ટી મોડ ફીચર
  • ટ્વિટર પર અશોભનીય પોસ્ટ કરનાર વિરુદ્વ થશે કાર્યવાહી

નવી દિલ્હી: આજે મોટા ભાગના લોકો સ્માર્ટફોનનો યૂઝ કરતા હોય છે અને એમાં પણ ખાસ કરીને યુવાવર્ગમાં વોટ્સએપ, ફેસબૂક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોતાના વિચારોને વ્યક્ત કરવાની મોકળાશ આપતા એવા ટ્વિટર પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે વિચારોની અભિવ્યક્તિની આ છૂટમાં કેટલાક રાજનેતાઓ કે સેલિબ્રિટીની વાત યૂઝર્સને પસંદ નથી આવતી અને તે ટ્રોલિંગ કરે છે અને અશોભનીય પણ લખી દેતા હોય છે. જો કે હવે ટ્વિટર આ પ્રકારના યૂઝર્સ સામે કાર્યવાહી કરી શકે છે.

ટ્વિટર હવે એક નવા સેફ્ટી મોડ ફિચર પર કામ કરી રહ્યું છે અને હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચર બાદ ટ્વિટર પર લોકોને ટ્રોલ કરનારા, અશોભનીય પોસ્ટ કરનારા, અપશબ્દો લખનારાએ વધુ સાવધ રહેવું પડશે. આ ફીચર ખરાબ ભાષામાં ટ્વીટ કરનારાઓ પર કડકાઇથી વર્તશે.

જો તમે ટ્વીટર પર કોઇ અશોભનીય ભાષામાં ટ્વિટ કરશો તો ટ્વિટર તે માટે તમને જવાબદાર માનશે અને તમારું ટ્વિટર એકાઉન્ટ 7 દિવસ માટે આધાકારિક રીતે બંધ કરી દેશે. ટ્વીટર પર ટ્રોલિંગ, બૂલિંગ અને અપશબ્દો લખવાના કિસ્સા વધ્યા બાદ હવે ટ્વિટર આ કાર્યવાહી કરવા જઇ રહી છે.

ટ્વિટર અનુસાર અભદ્ર ભાષા કે હેટફુલ રિમાર્ક કરવાવાળા સામે પણ કડક પગલાં લેવામાં આવશે. હાલમાં આ ફીચર iOS અને એન્ડ્રોઇડના યૂઝર્સના એક નાના ગ્રુપને લાગૂ પડશે ત્યારબાદ બાકીના યૂઝર્સ માટે આ નિયમ લાગુ પડશે. ટ્વિટરનું આ ફીચર પ્રારંભમાં માત્ર અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code