1. Home
  2. ગુજરાતી
  3. જો તમારા મોબાઇલમાં પણ આ એપ્સ હોય તો તુરંત જ કરો ડિલીટ, નહીં તો બેંક ખાતુ સાફ થઇ જશે
જો તમારા મોબાઇલમાં પણ આ એપ્સ હોય તો તુરંત જ કરો ડિલીટ, નહીં તો બેંક ખાતુ સાફ થઇ જશે

જો તમારા મોબાઇલમાં પણ આ એપ્સ હોય તો તુરંત જ કરો ડિલીટ, નહીં તો બેંક ખાતુ સાફ થઇ જશે

0
Social Share
  • શું તમારા ફોનમાં અહીંયા આપેલી આ એપ્સ નથી ને?
  • જો હોય તો તુરંત જ મોબાઇલમાંથી આ એપ્સ ડિલીટ કરો
  • નહીંતર તમારું બેંક ખાતું ખાલી થઇ જશે

નવી દિલ્હી: ટેક્નોલોજીના આ સમયમાં અત્યારે ઑનલાઇન ટ્રાન્ઝેક્શનનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. દેશમાં લોકો દરરોજ સામાન્ય ટ્રાન્ઝેક્શન માટે ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવી એપ્સ યૂઝ કરતા હોય છે. એક તરફ જ્યાં આ બધી જ એપથી ટ્રાન્ઝેક્શનનું કામ સરળ બન્યું છે ત્યારે બીજી તરફ હેકર્સ કે સાયબર ક્રિમિનલ્સ કેટલીક એપ્સ મારફતે લોકોને લૂંટી પણ રહ્યાં છે.

રિસર્ચના એક રિપોર્ટ અનુસાર જો તમે તમારા સ્માર્ટફોનમાં Cake VPN, eVPN, Beatplayer, QR/Barcode Scanner MAX, eVPN, Music Player તેમજ tooltipnatorlibrary જેવી એપ્સ ઇન્સ્ટોલ કરી છે તો તમે ખતરામાં છો. જો તમારા સ્માર્ટફોનમાં આ બધી જ એપ્સ હોય તો તુરંત જ ડિલીટ કરી દો. હૈકર્સ આ બધી જ એપ્સના માધ્યમથી તમારી બેંક ડિટેલ્સ ચોરી કરી શકે છે.

આ મૈલિશિયસ એપ્સ યૂઝર્સના સ્માર્ટફોનમાં AlienBot Banker અને MRAT ઇન્સ્ટોલ કરે છે. AlienBot એક માલવેર છે. જો જે ફાઇનાન્સ્યિલ એપ્સને હેક કરી શકે છે. આનાથી બેન્કિંગ ડિટેલ્સ ચોરી થઇ શકે છે. આ હેકર્સ એટલા સ્માર્ટ હોય છે કે ગૂગલને પણ દગો આપી શકે છે. તે ઉપરાંત આ હેકર્સ ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન કોડને પણ હેક કરવા સમર્થ હોય છે.

આ વાતનું ધ્યાન રાખો કે સ્માર્ટફોનથી આપ ફાયનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરો છો તો હંમેશા ઓફિશિયલ એપ્સથી કરો. એપ્સને કંપનીની વેબસાઈટ પર આપેલી લિંકથી જ ડાઉનલોડ કરો. સ્માર્ટફોન અને એપ્સને સમય સમય પર અપડેટ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code