
- તમે પણ રાત્રે મોબાઇલ ફોન ચાર્જમાં રાખીને સુઇ જાઓ છો
- તો આ ન્યૂઝ તમારા માટે વાંચવા જરૂરી છે
- તેનાથી નુકસાન પણ થાય છે
નવી દિલ્હી: મોબાઇલ ફોનનો વપરાશ ફાયદાકારક અને નુકસાનકારક પણ છે. આજે મોટા ભાગના દરેક કામ લોકો સ્માર્ટફોનથી કરતા હોય છે જો કે તે નુકસાન પણ પહોંચાડે છે. મોડી રાત સુધી સ્માર્ટફોનનો ઉપયોગ આંખો અને માથા પર નકારાત્મક પ્રભાવ પાડે છે. ઘણા લોકોની એવી પણ આદત હોય છે કે આખી રાત મોબાઇલ ચાર્જીંગમાં રાખીને સુઇ જાય છે. જેથી સવારે તેમને ફૂલ ચાર્જ ફોન મળે. પરંતુ તેનાથી નુકસાન પણ છે.
હવે સ્માર્ટફોનના જમાનામાં લોકો સતત તેના ફોનને વપરાશને અનુસાર સતત ચાર્જ રાખવાનું પસંદ કરે છે પરંતુ સ્માર્ટફોનની બેટરી પણ 100 ટકા ચાર્જ થયા બાદ આગળ ચાર્જ કરવાનું બંધ કરી દે છે.
નિષ્ણાતો અનુસાર આજકાલના સ્માર્ટફોનમાં એવી ચાર્જિંગ સર્કિટ લાગેલી હોય છે. જેનાથી 100 ટકા બેટરી ચાર્જ થયા બાદ સપ્લાય આપોઆપ બંધ થઇ જાય છે. પછી બેટરીનું ચાર્જિં જેવું 90 ટકા પર જાય છે. ચાર્જિંગ ફરીથી શરૂ થઇ જાય છે.
ક્યારેક ચાર્જિંગ વખતે જો મોબાઇલ ફોન ગરમ થઇ જાય તો લોકો ગભરાઇને તેને બંધ કરી દે છે. તેમને લાગે છે કે બેટરીમાં ઘણી સમસ્યાઓ થાય છે. નિષ્ણાતો અનુસાર આવું થઇ પણ શકે છે અને ના પણ થઇ શકે. ક્યારેક ફોનમાં વાયરસના કારણે પણ મોબાઇલ બેક સાઇડથી ગરમ થઇ જાય છે. પરંતુ સંપૂર્ણ રાત મોબાઇલ ફોનને ચાર્જિંગમાં ના રાખવો વધુ હિતાવહ છે.