1. Home
  2. ગુજરાતી
  3. ભારત પર સાયબર એટેક, NICના 100 કમ્પ્યૂટર હેક, આ સંવેદનશીલ ડેટા હતા સામેલ
ભારત પર સાયબર એટેક, NICના 100 કમ્પ્યૂટર હેક, આ સંવેદનશીલ ડેટા હતા સામેલ

ભારત પર સાયબર એટેક, NICના 100 કમ્પ્યૂટર હેક, આ સંવેદનશીલ ડેટા હતા સામેલ

0
Social Share

– ચીન દ્વારા ભારતના યૂઝર્સની ડેટા ચોરી અને જાસૂસીના ઘટસ્ફોટ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો
– PM સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા NICના 100 કમ્પ્યૂટર હેક
– દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે

ચીન દ્વારા ભારતના યૂઝર્સની ડેટા ચોરી અને જાસુસી થતો હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના 100 જેટલાં કમ્પ્યૂટર્સમાં હેકર્સે ઘુષણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા તફડાવ્યો હોવાની આશંકા ઊભી થઇ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આપને જણાવી દઇએ કે એનઆઇસીના ડેટાબેઝમાં પીએમ સંબંધિત ગોપનીય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે. તેથી હેકિંગની આ ઘટનાને ખૂબજ ગંભીર ગણવામાં આવી રહી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, NICના કર્મચારીઓની એક મેઇલ મોકલવામાં આવ્યો હતો. એ મેઇલમાં મોકલાયેલી લિન્ક પર જેમણે ક્લિક કર્યું એ દરેકના કમ્પ્યુટરનો ડેટા ગાયબ થઇ ગયો હતો. સાયબર એટેકનો ભોગ બનેલા 100 જેટલાં કમ્પ્યૂટર્સ NIC ઉપરાંત આઇટી મંત્રાલય સાથે સંબંધિત હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, NICની સત્તાવાર ફરિયાદ બાદ દિલ્હી પોલીસના સ્પેશયલ સેલે આઇટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હાલ જો કે પોલીસ તરફથી કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ આધારભૂત સૂત્રોના દાવા પ્રમાણે બેંગ્લુરુમાં એક અમેરિકન કંપની તરફથી મેઇલ મોકલીને હેકિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code