1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ ક્રોમમાં યૂઝર્સની સેફ્ટી માટે લૉન્ચ થશે નવું ફીચર, જાણો કઇ રીતે કરશે કામ
ગૂગલ ક્રોમમાં યૂઝર્સની સેફ્ટી માટે લૉન્ચ થશે નવું ફીચર, જાણો કઇ રીતે કરશે કામ

ગૂગલ ક્રોમમાં યૂઝર્સની સેફ્ટી માટે લૉન્ચ થશે નવું ફીચર, જાણો કઇ રીતે કરશે કામ

0
Social Share
  • ગૂગલ ક્રોમ હવે પોતાના યૂઝર્સને વધુ સિક્યોરિટી પ્રદાન કરશે
  • ગૂગલ ક્રોમ ENHANCED SAFE BROWSING ફીચર રજૂ કરશે
  • આ ફીચર તમારા સિસ્ટમને વાયરસથી પણ બચાવશે

નવી દિલ્હી: હાલની ઇન્ટરનેટની દુનિયામાં નેટ બ્રાઉઝિંગની સાથોસાથ વાયરસનો ખતરો પણ સતત વધી રહ્યો છે. ઘણીવાર નવી કોઇ વેબસાઇટ કે પેજ ખોલવાથી પણ વાયરસ તમારા સિસ્ટમમાં પ્રવેશી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ગૂગલે હવે પોતાની સિક્યિરીટીમાં વધારો કર્યો છે. ચાલો જાણીએ ગૂગલ ક્રોમના સિક્યોરિટી ફીચર અંગેની માહિતી.

મોટા ભાગે લોકો ગૂગલ ક્રોમને પ્રાઇમરી બ્રાઉઝર તરીકે યૂઝ કરતા હોય છે. તેના યૂઝર્સ એક્સપીરિંયસને કારણે લોકો તેને વધુ પસંદ કરી રહ્યા છે. હવે ગૂગલ ક્રોમ પોતાના યૂઝર્સ માટે સિક્યોરિટી વધારી રહ્યું છે. જેમાં હવે કોઇપણ મેલવેયર યૂઝર્સની પરવાનગી વગર ડાઉનલોડ નહીં થઇ શકે.

ગૂગલ પોતાના ક્રોમ બ્રાઉઝરને સેફ રાખવા માટે સતત કાર્યરત રહે છે. ત્યારે હવે તે નુકસાનકારક ડાઉનલોડ્સ અને એક્સટેંશનથી બચાવશે. આ માટે નવા ફીચરને રજૂ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરથી નુકસાનકારક ડાઉનલોડ અને એક્સટેંશન વિશે જાણવા મળશે. ENHANCED SAFE BROWSINGનો આ ફીચર એક ભાગ છે.

આ ફીચરને ગૂગલે ગત વર્ષે લોન્ચ કર્યું હતું. જો તમે કોઈ ફાઈલને ડાઉનલોડ કરી રહ્યાં છો જે નુકસાનકારક છે, તો CHROME તેને ગૂગલ પર સ્કેન કરવા માટે સેન્ડ કરશે. ENHANCED SAFE BROWSINGથી GOOGLE CHROME હવે રિસ્કી ફાઈલ ડાઉનલોડ કરવા સમયે વધુ સુરક્ષા પ્રદાન કરશે.

તે ઉપરાંત વધુ એનાલિસીસ માટે ગૂગલ સેફ બ્રાઉઝિંગ પર ફાઇલ અપલોડ થઇ જશે. જો ફાઇલ સુરક્ષિત નહીં હોય તો ગૂગલ તેને લઇને ચેતવણી આપશે. આ ઓપ્શન એક્સ્ટ્રા સેફ્ટી માટે આપવામાં આવ્યું છે. યૂઝર્સ સ્કેન કર્યા વગર પણ ફાઇલને ડાઉનલોડ કરી શકશે. વિશેષજ્ઞો અનુસાર સ્કેન વગર કોઇ પણ ફાઇલને ડાઉનલોડ ના કરવી જોઇએ.

યુઝરની પ્રાઈવસી તેમજ સુરક્ષા માટે આ ફીચર હોવું બહું જરૂરી છે. CHROME 91 સાથે આ ફીચરને તમામ લોકો માટે રજૂ કરવામાં આવશે. ENHANCED SAFE BROWSINGને અનેબલ કરવા માટે તમારે સેટિંગ્સમાં જઈ PRIVACY AND SECURITYમાં SAFE BROWSING ON ANDROID ઓપશન પર જવું પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code