
- મોબાઇલ યૂઝર્સ બની રહ્યા છે ઑનલાઇન છેતરપિંડીનો ભોગ
- ઑનલાઇન અનેક સ્કીમો આવી રહી છે
- અમૂક ફ્રોડ વેબસાઇટ કેટલાક યૂઝર્સને છેતરપિંડીનો શિકાર બનાવે છે
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે લોકો હાલમાં બહાર જવાનું ટાળી રહ્યા છે અને વધુને વધુ ઑનલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે ઑનલઆઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને ઑનલાઇન છેતરપિંડીનો લોકો ભોગ બની રહ્યાં છે.
કોરોના કાળ દરમિયાન લોકો ઘરની બહાર નીકળવાનું ટાળીને ઘરેથી જ ઑનલાઇન પેમેન્ટને પ્રાધાન્ય આપી રહ્યાં છે, જો કે ગઠીયાઓ આ જ બાબતાનો લાભ ઉઠાવીને ઑનલાઇન ફ્રોડ, લોભામણી ઑફર્સ, ફિશીંગ હુમલાઓ, કેશલેસ ઑફર્સની જાળમાં લોકોને ફસાવી રહ્યાં છે.
આ બધા વચ્ચે એક એવી નવી સ્કીમ આવી છે જે એવા યૂઝર્સ પર હુમલો કરે છે જેમને ફિશિંગ સાઇટના સંચાલન બાબતે કોઇ પણ જાણકારી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક ફ્રોડ કંપની એવી છે જે વેબસાઇટ યૂઝર્સને બ્રાઉઝર નોટિફિકેશનથી છેતરે છે, જો કે, આ સૂચના કઇ સાઇટ પરથી આવે છે તે જાણી શકાયું નથી. દરેક યૂઝર્સને અલગ અલગ સાઇટ પરથી નોટિફિકેશન મોકલવામાં આવતા હોય છે. નોટિફિકેશમાં એવું લખ્યું હોય છે કે, અભિનંદન, તમે પેટીએમ સ્ક્રેચકાર્ડ જીત્યું છે. જેથી યૂઝર્સ દ્વારા આ નોટિફિકેશન પર ક્લિક કર્યા બાદ વેબસાઇટ પર યૂઝર્સને લઇને જવાય છે.
જે યૂઝર્સ URLને નોટિસ નથી કરતા તેઓ મેસેજ મેળવે છે કે તમે 2000 રૂપિયાનું કેશબેક જીત્યું છે અને જો સ્ક્રીનની નીચે એક મોટું વાદળી રંગનું પેટીએમને રિવોર્ડ મોકલો બટન દેખાય છે તે દબાવો. મોટા ભાગે મોબાઇલ યૂઝર્સ તેનો ભોગ બને છે. તેથી આ પ્રકારની નકલી વેબસાઇટથી તમે પણ બચો અને તેના સંકજામંથી બચો તેમજ સતર્ક રહો.