1. Home
  2. ગુજરાતી
  3. ટૂંક સમયમાં વોટ્સએપ પર રોલઆઉટ થશે આ ફીચર
ટૂંક સમયમાં વોટ્સએપ પર રોલઆઉટ થશે આ ફીચર

ટૂંક સમયમાં વોટ્સએપ પર રોલઆઉટ થશે આ ફીચર

0
Social Share
  • વોટ્સએપ લાવશે નવું ફીચર્સ
  • યૂઝર્સને ફીચર્સથી મળશે નવો અનુભવ
  • યૂઝર્સ માટે વોટ્સએપ મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ફીચર કરશે લૉન્ચ

વોટસએપ તેના યુઝર્સના ચેટિંગ એક્સપીરીયન્સને વધુ સારું બનવા માટે નવા – નવા ફીચર લાવતા હોય છે. કંપની છેલ્લા કેટલાક સમયથી મલ્ટીપલ ડિવાઇસ સપોર્ટ નામના નવા ફીચર પર કામ કરી રહી છે. આ એક મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર છે જે ટૂંક સમયમાં યુઝર્સ માટે રોલઆઉટ થઈ શકે છે. ત્યારબાદ યુઝર્સ એક જ નંબરથી મલ્ટીપલ ફોનમાં વોટ્સએપ ચલાવી શકશે.

વોટ્સએપ v2.20.196.8 બીટામાં મલ્ટીપલ ડિવાઇસને સપોર્ટ આપવાનો ઓપ્શન ઓફર કરશે. કંપની આ માટે યુઝર ઇંટરફેસ UI પર કામ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સામે આવ્યું છે કે, આની મદદથી યુઝર્સ એક જ ખાતામાં ચાર ડિવાઇસીસને લિંક કરી શકશે. આ સાથે વોટ્સએપમાં લિંક્ડ ડિવાઇસીસના નામે એક અલગ સેક્શન આપવામાં આવશે, જેના દ્વારા જાણવા મળશે કે ક્યાં ડિવાઇસીસમાં એક જ નંબર પરથી એકાઉન્ટ્સ ચલાવવામાં આવી રહ્યું છે.

જો કે, મલ્ટિ-ડિવાઇસ ફીચર માટે Wi-Fi શા માટે જરૂરી છે તેના વિષે અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.આ વોટસએપ ડેટા ટ્રાન્સફર જેવા ચેટ હિસ્ટ્રી વગેરે જેવા માટે આ જરૂરી હોઈ શકે છે. મલ્ટિ-ડિવાઇસ ફિચર રોલઆઉટ થયા બાદ, જો તમે તેને એકટીવેટ કરો છો, તો તમને તે બધા ડિવાઈસ પર મેસેજ રિસીવ થશે, જેના પર તમે વોટ્સએપ લોગઇન કર્યું છે. આ સાથે સ્ટારીંગ મેસેજ, આર્કાઇવિંગ ચેટ્સ પણ અન્ય ડીવાઈસીસ સાથે પણ સિંક રહેશે.

(દેવાંશી)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code