1. Home
  2. ગુજરાતી
  3. ભણવા બેસો ત્યારે ટેન્શન આવે છે? તો હવે તેને આ રીતે કરો દૂર
ભણવા બેસો ત્યારે ટેન્શન આવે છે? તો હવે તેને આ રીતે કરો દૂર

ભણવા બેસો ત્યારે ટેન્શન આવે છે? તો હવે તેને આ રીતે કરો દૂર

0
Social Share
  • ભણવા બેસો ત્યારે ચિંતા ન કરો
  • અને ટેન્શન આવે તો આ ટ્રીક અપનાવો
  • ટેન્શન થઈ જશે મિનિટમાં દુર

આજના સમયમાં મોટા કોલેજમાં ભણવા વિદ્યાર્થી હોય કે સ્કૂલમાં ભણતું બાળક, તમામ વિદ્યાર્થી જ્યારે ભણવા બેસે છે ત્યારે તેને એક પ્રકારનું ટેન્શન આવી જતું હોય છે અને તે ટેન્શન હોય છે પરીક્ષામાં પાસ થવાનું અને પરિણામનું. હવે જે વિદ્યાર્થીઓને આ પ્રકારની સમસ્યા હોય તેણે કોઈ ચીંતા કરવાની જરૂર નથી અને કેટલીક સામાન્ય ટ્રીક અપનાવવાની જરૂર છે.

જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી ભણવા બેસે ત્યારે તેણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દરેક વ્યક્તિની સમજવાની શક્તિ હોય છે. કોઈને એક વારમાં પ્રશ્ન સમજાય જાય તો કોઈને બે વારમાં પ્રશ્ન સમજાય જાય, તો આ વાત એકદમ સામાન્ય છે અને તેના કારણે કોઈ ચિંતા  કરવાની જરૂર નથી.આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો દરેક વિદ્યાર્થીએ પ્રશ્ન અને વિષયને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, કેમ કે વિષય જો ક્લિયર હશે તો પરીક્ષામાં કોઈ ટેન્શન આવશે નહી.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને આજકાલ ભણવા કરતા ભવિષ્યની વધારે ચિંતા હોય છે અને આ પ્રકારની ખોટી ચિંતાઓને કારણે ભણતર પર ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી અને ભણતર બગડતું હોય છે. તો મા-બાપ દ્વારા પણ જ્યારે બાળક ભણે ત્યારે તેને માત્ર ભણવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહેવું જોઈએ, અને ડોક્ટર એન્જિનિયરના સપના બતાવવા જોઈએ નહી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code