1. Home
  2. ગુજરાતી
  3. પંજાબના પટિપાલા બે સમુદાય વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી
પંજાબના પટિપાલા બે સમુદાય વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી

પંજાબના પટિપાલા બે સમુદાય વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી

0
Social Share

નવી દિલ્હીઃ પંજાબના પટિયાલામાં બે સમુદાય વચ્ચે અથડામણ થતા સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ છે. શિવસેનાએ ખાલિસ્તાનના વિરોધમાં પુતળા દહન અને પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જ્યારે અન્ય પક્ષના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન બે જૂથ સામ-સામે આવી ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થલ પર દોડી ગઈ હતી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બે અલગ-અલગ સમુદાયના લોકો સામ-સામે આવી ગયા હતા. જેથી સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં એક પોલીસ કર્મચારી પણ ઈજાગ્રસ્ત થયો હતો. બે સમુદાય વચ્ચે અથડામણની ઘટનામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાં હતા. પોલીસ દ્વારા વિરોધ –દેખાવને લઈને કોઈ મંજૂરી આપી ના હતી. પોલીસ દ્વારા વિરોધ-પ્રદર્શન અટકાવવાનો પ્રયાસ મામલો બિચક્યો હતો. દરમિયાન ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થર મારો કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code