ઘરતી તરફ આગળ વધી રહ્યું છે ભયાનક જોખમ, નાસા એ ચેતવણી જારી
- પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે જોખમ
- નાસાએ જારી કરી ચેતવણી
દિલ્હીઃ- અવકાશ અને વિજ્ઞાનની દુનિયા પોતાનામાં એક અજાયબી છે. ઘણી વખત અવકાશમાં ફરતા દુર્લભગ્રહોજેને એસ્ટરોઇડ કહેવાય છે તે પૃથ્વી માટે ખતરો ઉભો કરે છે. ઈતિહાસમાં આવા અનેક ઉદાહરણો જોવા મળ્યા છે જ્યારે પૃથ્વીને પણ આ લઘુગ્રહોથી નુકસાન થયું હોય. દરમિયાન, તાજેતરમાં યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી આપી છે કે એક વિશાળ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ લઘુગ્રહ ફ્રાન્સના એફિલ ટાવર કરતા પણ મોટો છે.
યુએસ સ્પેસ એજન્સી નાસાએ એક એસ્ટરોઇડ પસાર થવાની ચેતવણી આપી છે જેનું કદ ફ્રાન્સના એફિલ ટાવર કરતા પણ મોટું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાંની એક છે.
નાસાએ આ લઘુગ્રહને સંભવિત જોખમી લઘુગ્રહની શ્રેણીમાં રાખ્યો છે. પૃથ્વી સાથે અથડાતા આ લઘુગ્રહનું પરિણામ ખૂબ જ ભયાનક હોઈ શકે છે, પરંતુ રાહતની વાત એ છે કે તે આપણી પૃથ્વીથી દૂર પસાર થઈ જશે અને એટલું જ નહીં, પૃથ્વી પરથી પસાર થયા પછી, આ રીતે લઘુગ્રહ અહીં નહીં આવે. ઓછામાં ઓછા તેને આવતા સુધી 10 વર્ષ જેટલા સમય તો પસાર થશે જ.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ એસ્ટરોઇડનું નામ 4660 નેરિયસ છે અને તે ફૂટબોલની પીચથી લગભગ ત્રણ ગણો વધી ગયો છે. નાસાના અનુમાન મુજબ, તે 11 ડિસેમ્બર સુધીમાં પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. આ એસ્ટરોઇડનું અંતર 3.9 મિલિયન કિલોમીટર એટલે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં 10 ગણું છે. એસ્ટરોઇડ 330 મીટર લાંબો છે. એક અહેવાલને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે અવકાશમાં હાજર 90 ટકા એસ્ટરોઇડ આના કરતા નાના છે.
રિપોર્ટમાં એ વાતચનો પમ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નેરિયસ 1982માં શોધાયેલ એપોલો જૂથનો જ સભ્ય છે. તે પૃથ્વીની નજીક સૂર્યની ભ્રમણકક્ષામાંથી પણ પસાર થશે, જેમ કે અગાઉના લઘુગ્રહો ભ્રમણ કરતા આવ્યા છે. હાલમાં સારી વાત એ છે કે 11 ડિસેમ્બર સુધી પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થઈ રહેલા આ એસ્ટરોઈડથી પૃથ્વી પર કોઈ ખતરો નહીં રહે.