1. Home
  2. ગુજરાતી
  3. થલપતિ વિજયની ‘લિયો’એ ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી
થલપતિ વિજયની ‘લિયો’એ ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી

થલપતિ વિજયની ‘લિયો’એ ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી

0
Social Share

મુંબઈ: સાઉથના ફેમસ ફિલ્મમેકર લોકેશ કનાગરાજની ફિલ્મ ‘લિયો’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સુપરસ્ટાર થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ના બોક્સ ઓફિસ કલેક્શને ત્રીજા દિવસે જોર પકડ્યું છે. આ દરમિયાન લિયોના ત્રીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવ્યા છે. ફિલ્મ ‘લિયો’એ માત્ર બે દિવસમાં જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. થલપતિ વિજયની ફિલ્મ ભારતમાં સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન…

સુપરસ્ટાર થલપતિ વિજયની ફિલ્મ ‘લિયો’ની ચર્ચા ઘણા સમયથી ચાહકોમાં હતી. ફિલ્મના એડવાન્સ બુકિંગ બાદ હવે વિજયની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરતી જોવા મળી રહી છે. ફિલ્મે બીજા દિવસ કરતા ત્રીજા દિવસે સારી કમાણી કરી છે. ભારતમાં, થલાપતિ વિજયની ‘લિયો’ એ પ્રથમ દિવસે 64.80 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ‘લિયો’એ 36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે ત્રીજા દિવસે તેણે 40 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે.

ત્રીજા દિવસે રાજ્યોમાં લિયોની કમાણી

તમિલનાડુ (ગ્રોસ): રૂ. 26.00 કરોડ
કેરળ (ગ્રોસ): રૂ. 07.00 કરોડ
કર્ણાટક (ગ્રોસ): રૂ. 05.50 કરોડ
આંધ્ર પ્રદેશ અને તેલંગાણા (ગ્રોસ): રૂ. 05.00 કરોડ
ROI (ગ્રોસ): રૂ. 3.50 કરોડ

આ ફિલ્મમાં વિજયની સાથે સંજય દત્ત, ત્રિશા કૃષ્ણન, અર્જુન સહિત અનેક સેલેબ્સ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. વિજયની આ ફિલ્મ 250-300 કરોડના બજેટમાં બની છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનગરાજે કર્યું છે અને સેવન સ્ક્રીન સ્ટુડિયો દ્વારા નિર્મિત છે. ‘લિયો’ના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સ પાસે છે. ‘લિયો’ પાંચ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code