
- ‘KBC’ની 14મી સીઝન ટૂંક સમયમાં થશે શરૂ
- આ શોનો નવો પ્રોમો કરાયો રીલીઝ
- 9મી એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી થશે શરૂ
મુંબઈ:અમિતાભ બચ્ચનનો લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે.જેને પગલે આ શોનો નવો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે.જેમાં ‘KBC 14’ ના રજિસ્ટ્રેશન અંગેની જાણકારી આપવામાં આવી છે.
આ પ્રોમોમાં તમે જોઈ શકો છો કે,બે અલગ-અલગ કપલ બતાવાયા છે.જે રાત્રે સૂતી વખતે સપના જોતા હોય છે.વીડિયોના પહેલા ભાગમાં એક યુવક દંપતી તેની પત્નીને સુતા-સુતા કહે છે કે, અરે શાંતા, જુઓ, તે વહેલી સવારે આવશે.જ્યારે અમે તારા માટે બિલ્ડિંગ બનાવીશું અને આપણા બાળકો વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જશે અને આપણે સ્વિટ્ઝર્લૅન્ડના મેદાનોમાં ફરવા જઈશું. આના પર પત્ની કહે છે, ચાલ જુઠ્ઠા. આ પછી એક વૃદ્ધ દંપતીને બતાવવામાં આવે છે. જેમાં તેઓ ફરીથી એ જ વાતોનું પુનરાવર્તન કરે છે પરંતુ આ વખતે પત્ની ગુસ્સે થઈ જાય છે. આમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધી બંને માત્ર સપના જ જોતા રહે છે. તેમના જીવનમાં કોઈ ફેરફાર નથી થઈ શકતા.
અંતમાં અમિતાભ બચ્ચન જોવા મળે છે અને કહે છે કે, ‘સપનું જોઈને ખુશ ન થાઓ…પૂરા કરવા માટે ફોન ઉપાડો. 9મી એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ રહ્યા છે મારા સવાલો અને KBC રજિસ્ટ્રેશન માત્ર સોની પર.
આ પ્રોમો શેયર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘KBC 14 રજીસ્ટ્રેશન 9 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી અમારા પ્રશ્નો અને તમારા સપના પૂરા કરવાની તમારી સફર સાથે શરૂ થશે.’ તો જો તમે પણ ઈચ્છો છો કે,અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસીને અને આ ગેમ શો રમીને તમારે હવેથી તેના માટે તૈયારી કરવી પડશે. જેથી કરીને તમે યોગ્ય પ્રશ્નોના જવાબ આપીને આ શો સુધી પહોંચી શકો.
ઉલ્લેખનીય છે કે, કોવિડ દરમિયાન અમિતાભ બચ્ચને KBCની સીઝન 13માં તેમનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. એ જ નહીં તે કોરોનાનો શિકાર પણ બન્યા હતા, પરંતુ તેમ છતાં તેણે ફરીથી તેનું શૂટિંગ ખૂબ કાળજીપૂર્વક પૂર્ણ કર્યું હતું.