1. Home
  2. ગુજરાતી
  3. બાળકનો આ ફની વિડીયો,જે જોઇને તમે હસી પડશો
બાળકનો આ ફની વિડીયો,જે જોઇને તમે હસી પડશો

બાળકનો આ ફની વિડીયો,જે જોઇને તમે હસી પડશો

0
Social Share
  • બાળકનું આવું તોફાન તમે ભાગ્યે જ જોયું હશે
  • જૂઓ બાળકનો આ ફની વિડીયો
  • જે જોઈને તમે હસી પડશો

આજકાલના બાળકો ખૂબ જ સ્માર્ટ હોય છે. અને એટલા રમુજી હોય છે કે તેને રમાડવાનું મન થાય છે.નાના બાળકો જેમ જેમ મોટા થતા જાય એમ તોફાની બનતા જાય છે.પેલા તે બેડ પર જ સુતા રહેતા ,પરંતુ તે ચાલવાનું શીખે એટલે આમ થી આમ ફર-ફર જ કરતા હોય છે.કંઇક વસ્તુ લેવા જતા હોય છે તો કંઇક વસ્તુ નીચે પછાડી દેતા હોય છે. આવા જ ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.ત્યારે આવો જ એક નાના બાળકનો ફાની વિડીયો વાયરલ થયો છે.જે જોઇને તમારું હસવાનું બંધ જ નહીં થાય

વિડીયોમાં તમે જોઈ શકો છો કે,એક પરિવાર રેસ્ટોરન્ટમાં હોય છે અને બધા જમી રહ્યા છે. તેમાં એક નાનું બાળક પણ છે, જે વોકરની મદદથી આસપાસ રમી રહ્યું છે. આ દરમિયાન બાળકની માતા સ્ટૂલ પરથી ઊઠીને અન્યને ભોજન આપી રહી હતી,ત્યારે બાળકે રમતા-રમતા તેનું સ્ટૂલ ખેંચીને તેને બીજી જગ્યાએ રાખી દીધું હતું.આ પછી, જેમ જ મહિલાએ બેસવાનો પ્રયાસ કર્યો, તે જમીન પર પડી. કારણ કે બાળકે તે સ્ટૂલ લઈ લીધું હતું. જેના પર તે બેઠી હતી. સ્વાભાવિક છે કે બાળકે જાણી જોઈને આવું ન કર્યું હોય,પરંતુ અજાણતા જ તેના આ તોફાન લોકોને હસાવે છે.

https://www.instagram.com/reel/Cby9hSkJJw2/?utm_source=ig_embed&ig_rid=419fade7-76be-4e68-b66b-16883d353e52

આ ફની વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર cute_baby_reel નામથી શેયર કરવામાં આવ્યો છે.લોકોએ વિડીયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. લોકો કહે છે કે,આ ખૂબ જ ફની વિડીયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code