1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ-  રવામાંથી બનાવો આ નવી મીઠાઈ,તદ્દન ઓછા ખર્ચમાં અને ઝડપથી બને છે અને ગુલાબ જાબું જેવી જ સ્વાદિષ્ટ
કિચન ટિપ્સઃ-  રવામાંથી બનાવો આ નવી મીઠાઈ,તદ્દન ઓછા ખર્ચમાં અને ઝડપથી બને છે અને ગુલાબ જાબું જેવી જ સ્વાદિષ્ટ

કિચન ટિપ્સઃ-  રવામાંથી બનાવો આ નવી મીઠાઈ,તદ્દન ઓછા ખર્ચમાં અને ઝડપથી બને છે અને ગુલાબ જાબું જેવી જ સ્વાદિષ્ટ

0
Social Share
  • રવા અને મેંદાથઈ આ મીઠાઈ તમને પણ ભાવશે
  • ગુલાબ જાબુંને પણ આપશે ટક્કર

મિઠાઈ સૌ કોઈની પ્રિય વાનગી છે, મીઠાઈ એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા સૌ કોઈને ભાવે છે, પરંતુ મીઠાઈની સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી ઘરે બનાવેલી મીઠાઈ સૌથી બેસ્ટ છે.

આજે રવા અને મેંદામાંથી બનવી આ મીઠાઈ જોઈશું જે બેઝિક ઘરની જ સામગ્રીમાંથી ઓછા ખર્ચમાં જલ્દીથી બની જાય છે સાથે જ નવી મીઠાઈ ખાવા મળશે તે અલગ ,તો ચાલો જોઈએ આ મીઠાઈ બનાવાની રીત

સામગ્રી

  • 2 કપ – મેંદો
  • 1 કપ – રવો
  • 3 ચમચી – ખાટ્ટું દંહી
  • 3 ચમચી – દેશી ઘી
  • જરુર પ્રમાણે પાણી
  • તળવા માટે – દેશી ઘી

ચાસણી બનાવા માટે – 1 કીલો ખાંડમાં 3 ગ્લાસ પાણી નાખીને બરાબર ઉકાળી લો, ચાસણી ઘટ્ટ થાય ત્યા સુધી તેને ઉકાળતા રહો,ગુલાબ જાંબુની જે રીતે ચાસણી બનાવો તે રીતે બનાવી સાઈડમાં રાખીદો.

રવાની પુરી બનાવા માટેની રીત

સૌ પ્રથમ રવો અને મેંદાને એક વાસણમાં મિક્સ કરીલો હવે તેમાં ઘીનું મોળ નાખી દો. હવે તેમાં દહીં મિક્સ કરીદો,અને  પાણી વડે તેની કણક બાંધીલો, અને આ લોટને 20 મિનિટ સુધી ટાઈટ ઢાંકણ ઢાંકીને રહેવાદો.

હવે 20 મિનિટ બાદ આ લોટમાંથી  એક સરખા 4 લૂઆ પાડીને ગોળ મોટી જાડી રોટલી વણીલો.

હવે એક નાની ડબ્બીનું ઢાંકણ લો. આ ઢાંકણ વડે આ જાડી વેણેલી રોટલીમાંથી નાની નાની પુરી કટ કરીલો, એકદમ નાની ગુલાબજાંબુ સાઈઝની પુરી કટ કરવી.

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા રાખી દો, ઘી ગરમ થાય એટલે આ વણેલી પુરી બન્ને બાજૂ થી બરાબર તળીલો, ધ્યાન રાખવું પુરી વધારેલ બ્રાઉન કરવાની નથી, થોડી પીળાશ રહે તે રીતે અને કાચી ન રહે તે રીતે તળી લેવી.

હવે પુરીને તળીને તરત જ તેને ખાંડની ચાસણીમાં નાખીદો, ત્યાર બાદ 2 કલાક સુધી આ પુરીને ગુલાબ જાંબુની જેમ પલાળી રાખો, ઉપરથી તમે કરતેલી બદામ નાખો ,તૈયાર છે તમારી રવાની સ્વિટ ડીશ

જ્યારે પણ મહેમાન આવ્યા હોય ત્યારે તેમને નવી ડિશ ખવડાવા માટે આ સ્વિટ બનાવીશકાય છે, આ સ્વિટ 15 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકાય છે, તેને ખાતા પહેલા 10 મિનિટ અગાઉ ફ્રીજમાંથી બહાર કાઢી રાખવી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code