1. Home
  2. ગુજરાતી
  3. રાજકુમાર હિરાનીની ‘મેડ ઇન ઇન્ડિયા’ માં જોવા મળશે આ એક્ટર
રાજકુમાર હિરાનીની ‘મેડ ઇન ઇન્ડિયા’ માં જોવા મળશે આ એક્ટર

રાજકુમાર હિરાનીની ‘મેડ ઇન ઇન્ડિયા’ માં જોવા મળશે આ એક્ટર

0
  • ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’ માં જોવા મળશે વરુણ ધવન
  • ફિલ્મનું શૂટિંગ આ વર્ષના છેલ્લા છ મહિનામાં શરૂ થશે
  • એક્ટર પાસે ઘણા બધા પ્રોજેકટ્સ

મુંબઈ:વરુણ ધવન ફિલ્મમેકર રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું ટાઈટલ ‘મેડ ઈન ઈન્ડિયા’ રાખવામાં આવ્યું છે. આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા હશે, જેનું નિર્દેશન હિરાણીના આસિસ્ટન્ટ ડિરેક્ટર કરણ નારવેરકર કરશે.અહેવાલ મુજબ,રાજકુમાર હિરાની અને નીલ બટ્ટે સન્નાટા ફેમ નીરજ શર્માએ ફિલ્મની વાર્તા લખી છે.આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના છેલ્લા છ મહિનામાં શરૂ થશે.કરણ નારવેરકર ઘણા વર્ષોથી રાજકુમાર સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. તેણે તેની સાથે ‘પીકે’ અને ‘3 ઈડિયટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

હિરાનીની ફિલ્મ પહેલા વરુણ અરુણ ખેત્રપાલની બાયોપિકનું શૂટિંગ પૂર્ણ કરશે. તે શ્રીરામ રાઘવન અને નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત છે.આ સિવાય વરુણ કૃતિ સેનન સાથે ‘ભેડિયા’માં જોવા મળશે. અમર કૌશિક તેનું નિર્દેશન કરી રહ્યા છે. વરુણ ‘જુગ-જુગ જિયો’માં અનિલ કપૂર, કિયારા અડવાણી અને નીતુ કપૂર સાથે જોવા મળશે.આ ફિલ્મ જૂન 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

દિગ્દર્શક રાજકુમાર હિરાનીએ તેની છેલ્લી ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સાથે કરી હતી જે સંજય દત્તની બાયોપિક હતી.અહેવાલો અનુસાર, જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ ચાલી રહી હતી ત્યારે આ ફિલ્મ શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી હતી, પરંતુ હવે વરુણ ધવન આ ફિલ્મ કરવા જઈ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.