
કેદારનાથ મંદિરનું વહિવટ તંત્ર બન્યું સખ્ત, હવે મંદિર બહાર રિલ્સ કે વીડિયો બનાવા પર થશે કાર્યવાહી
દહેરાદૂનઃ- શિવનું ધામ ગણાતા દેકારનાથમાં દેશભરના જૂદા જૂદા ખુણે થી ભક્તો અહી આવતા હોય છે જો કે છેલ્લા કેટલાક સમયથી અહી કેદારનાથ મંદિરની બહાર રિલ્સ કે વીડિયો બનાવાની ભારે હોડ જોવા મળી રહી છએ ત્યારે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોએ મંદિર પ્રસાશનને એલર્ટ કર્યા છે
પ્રાપ્ત જાણાકરી પ્રમાણે હવેથી કેદારનાથ મંદિર વિસ્તારમાં યુટ્યુ બર, વીડિયો, ઈન્સ્ટાગ્રામ રીલ બનાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. બાબા કેદારના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લાખો ભક્તો પહોંચી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો અહીં મંદિરના ગર્ભગૃહથી લઈને પરિસર સુધીના વીડિયો વાયરલ કરી રહ્યા છે. જેના કારણે શિવભક્તોની આસ્થાને અસર થઈ રહી છે જેને લઈને આ સખ્ત કાર્યવાહી કરવાનો નિયમ અમલી બનશે.
ઉલ્લેખનીય છએ કે તાજેતરમાં એક એવો વીડિયો મંદિરની બહારનો વાયરલ થયો હતો જેમાં એક યુવતી યુવકને રિંગ પહેરાવીને પ્રપોઝ કરી રહી હતી જે સોશિયલ મીડિયા માં ખૂબ જ ચાલ્યો હતો આવા અનેક વીડિયોને જોતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચવાની બાબતે હને મંદિર આસપાસ વીડિયો ન બનાવા દેવાનું જણઆવાયું છે ્ને જો કોી આમ કરશે તો તેમના સામે કાર્યવાહી પણ કરાશે.