
દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં દિવાળી આવે તે પહેલા જ પ્રદુષણનું સ્તર વઘવા લાગ્યું છે છેલ્લા 4 દિવસમાં જ દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચી છે હાલ હજી શીયાળો શરુ થયો નથી ત્યા તો તે પહબેલા જ દિલ્હીવાસીઓના શ્વાસ પર સંકટ મંડળાઈ રહ્યું છે.
દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રાલય અનુસાર, આ અભિયાન 7 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી ચાલશે. પર્યાવરણ મંત્રી ધૂળ વિરોધી અભિયાનના પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યે વઝીરપુર વિસ્તારમાં હોટ સ્પોટનું ઓચિંતું નિરીક્ષણ કરશે.
દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંકને આ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યો છે સરકારે દિલ્હીની હવાની ગુણવત્તાને ચાર કેટેગરીમાં વહેંચી છે. જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 201-300 એટલે કે ‘નબળી’ હોય ત્યારે પ્રથમ શ્રેણી લાગુ કરવામાં આવે છે. જ્યારે AQI 301-400 ખૂબ જ નબળી હોય ત્યારે બીજી શ્રેણી લાગુ કરવામાં આવે છે, જ્યારે AQI 401-450 ગંભીર હોય ત્યારે ત્રીજો તબક્કો લાગુ થાય છે અને જ્યારે AQI 450 ગંભીર કરતાં વધુ હોય ત્યારે ચોથો તબક્કો લાગુ કરવામાં આવે છે.
જાણકારી પ્રમાણે દિલ્હીમાં હવાની ગુણવત્તા સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હી સરકાર દાવો કરી રહી છે કે તેણે પ્રદૂષણ ઘટાડવા માટે તેનો એક્શન પ્લાન શરૂ કરી દીધો છે. દિલ્હી સરકારે કહ્યું કે તેણે તેના અધિકારીઓને તબક્કાવાર પગલાંને કડક રીતે અમલમાં મૂકવા કહ્યું છે જેના દ્વારા રસ્તાની બાજુના ખાણીપીણી, હોટલ અને રેસ્ટોરાંમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ સહીત રાજઘાનીમાં GRAP સંબંધિત કેન્દ્ર સરકારની પેટા સમિતિની બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં હવાની ગુણવત્તાના માપદંડોમાં અચાનક ઘટાડો થયો છે જેના કારણે દિલ્હીના એર ક્વોલિટી ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે. જે 212 પર પહોંચ્યો એટલે કે ખરાબ શ્રેણીમાં કહી શકાય.
હવાની ગુણવત્તામાં વધુ બગાડ અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે, સમગ્ર NCRમાં તાત્કાલિક અસરથી GRAPનો પ્રથમ તબક્કો લાગુ કરવાની જરૂર છે, શિયાળો નજીક આવતા જ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર વિન્ટર એક્શન પ્લાન હેઠળ ધૂળ વિરોધી અભિયાન શરૂ કરી રહી છે.