રાજ્યોમાં નાયબ મુખ્યમંત્રીઓની નિયુક્તિ અયોગ્ય, સુપ્રીમ કોર્ટે આ અરજી પર શું કહ્યું?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાજ્યોમાં નાયબ મુખ્મયંત્રીઓની નિયુક્તિ કરવાની પ્રથાને પડકારનારી જાહેરહિતની અરજીને ફગાવી છે. અલગ-અલગ રાજ્યોમાં ઉપમુખ્યમંત્રી બનાવવાની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, તેના ઉપર આજે સુપ્રીમ કોર્ટે મોટી વાત કહી છે.
અરજદારનું કહેવું હતું કે ઉપમુખ્યમંત્રીનું પદ બંધારણમાં લખેલું નથી. ચીફ જસ્ટિસે આના પર કહ્યુ કે ઉપમુખ્યમંત્રી પણ મંત્રી જ હોય છે. પદને કોઈ નામ આપી દેવાથી બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન થતું નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઉપમુખ્યમંત્રીનું પદનામ બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી.