
ઓસ્ટ્રેલિયાના પીએમ દિલ્હીમાં યોજાનારી જી 20ની મિટિંગમાં ઉપસ્થિત રહેશે
આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે આ સંદર્ભે અનેક બેઠકો દેશના જૂદા જૂદા શહેરોમાં યોજાઈ રહી છે, ત્યારે હવે આગામી જી 20ની દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બેનીઝ ઉપસ્થિતિ રહહેષે.
પ્રાપ્ત વિગત પ્રમાણે 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી G-20 સમિટમાં ઓસ્ટેરલિયાના પીએમ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા સરકારે આજરોજ શનિવારે આ અંગે માહિતી આપી હતી. અલ્બેનીઝની ભારત મુલાકાત તેમના ત્રણ દેશોના પ્રવાસનો એક ભાગ હશે.
આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન પીએમ અલ્બેનીઝ ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સની પણ મુલાકાત લેશે. ઓસ્ટ્રેલિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 9 અને 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન નવી દિલ્હીમાં G20 લીડર્સ સમિટમાં ભાગ લેશે.
જાણકારી પ્રમાણે અલ્બેનીઝે કહ્યું. ” જી 20 વૈશ્વિક આર્થિક સહયોગ માટે વિશ્વનું અગ્રણી મંચ છે અને તેમાં ભાગ લેનારા નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત, ટકાઉ અને સ્થિતિસ્થાપક વૃદ્ધિ તરફ પાછા ફરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. “તે પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયા સહિયારા પડકારો અને તકોને પહોંચી વળવા G20 જેવા બહુપક્ષીય આર્થિક મંચ સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યું છે.
tags:
PM of Australia