શિયાળામાં મશરૂમ ખાવાના ફાયદાઓ છે બમણા ,જાણો કયા પોષક તત્વોથી છે ભરપૂર
સામાન્ય રીતે આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખવા માટે અનેક સારી વસ્તુઓનું સેવન કરતા હોય છે,જેમાંથી આપણાને પ્રોટીન વિટામીન મળી રહે છે ,એવો એક ખાદ્ય પ્રદાર્થ છે મશરુમ, મશરૂમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.તે આપણાને ઘણી રીતે બીમારીઓમાં રહાત આપવાનું કાર્ય કરે છે.
મશરુમનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. રોગપ્રતિકારક શક્તિ વધારવાની હોય કે વજનને નિયંત્રણમાં રાખવાની વાત હોય, મશરૂમ દરેક જગ્યાએ ઉપયોગી છે. આવા ઘણા જરૂરી પોષક તત્વો મશરૂમમાં હોય છે, જેની શરીરને ખૂબ જ જરૂર હોય છે. મશરૂમ ફાઈબરનું એક સારું માધ્યમ પણ છે. તે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે પણ સારું છે, કારણ કે તેમાં વધુ કેલરી નથી હોતી.
સામાન્ય રીતે મશરુમમાંથી આપણા શરીને પુરતા પ્રમાણમાં ખનિજો અને વિટામિન્સ બી, ડી, પોટેશિયમ, કોપર, આયર્ન અને સેલેનિયમ મળી રહે છે.
મશરૂમ્સમાં કોલીન નામનું એક ખાસ પોષક તત્વ જોવા મળે છે, જે સ્નાયુઓની પ્રવૃત્તિ અને યાદશક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે.
બાળકોને મશરુમ ખાસ ખવડાવવા જોઈએ. તેનાથી શારીરિક અને માનસિક રીતે તેમનો વિકાસ સારી રીતે થાય છે. વધતી ઉંમરએ મશરુમ હાડકાને મજબૂત બનાવે છે.
આ સાથે જ મશરુમ ખાવાથી ત્વચા અને વાળ સુંદર સાથે છે.. નિયમિત રીતે મશરુમ ખાવાથી વિટામિન ડીની ઊણપ દૂર થાય છે.
ખાસ કરીને મશરૂમમાં વિટામિન ડી, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપુર પ્રમાણમાં હોવાથી આપણે આહારમાં નિયમિત લઈએ તો પમ કોઈ વાંધો નથી આવતો,
બીજી રીતે મશરુમ જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ મશરૂમનું સેવન કરી શકે છે, કારણ કે મશરૂમમાં કેલરી ખૂબ ઓછી હોય છે. તેને ખાવાથી પેટ ભરેલું રહે છે અને જલ્દી ભૂખ નથી લાગતી, જેથી વેઈટ લોસના ડાયટમાં મશરુમ ખાવું જોઈએ
મશરૂમમાં અસ્થમા અને ડાયાબિટીસ જેવી બીમારીઓ સામે લડવાની ક્ષમતા પણ હોય છે.મશરૂમમાં રહેલા તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેના કારણે શરદી, શરદી જેવા રોગો ઝડપથી થતા નથી.બને ત્યા સુધી તમારા આહારમાં મશરુમનો સમાવેશ કરવો,જો કે ફ્રાયડ કે ઓઈલ ડિપ વાળા મશરુમ ખાવા ટાળવા.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

