
જીવનમાં વધારે સમય મૌન રહેવાના ફાયદા છે અદભૂત,જાણો
- મૌન રહેવું પણ એક સાધના સમાન છે
- મૌન રહેવાથી થાય છે અનેક ફાયદા
- જાણો તેના વિશે
આપણે દાદા-દાદી તથા મમ્મી-પપ્પા પાસેથી અનેકવાર એવી વાતો સાંભળી હશે કે,પહેલાના સમયમાં ઋષિમુનીઓ, સાધુ-સંત લોકો જ્યારે ભગવાનની પ્રાર્થના કરવા બેસે અથવા ધ્યાનમાં બેસે ત્યારે તેઓ મૌન ધારણ કરી લેતા હતા અને જગ્યા પણ એવી પસંદ કરતા હતા જ્યાં એકદમ શાંત વાતાવરણ હોય.
સંત મહાત્માઓ દ્વારા લેવામાં આવતા આ પ્રકારના નિર્ણય પાછળ પણ અનેક કારણો હતા. મહાન જ્ઞાની વિશે એટલુ તો આપણે ના જાણી શકીએ પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે મૌન રહેવાથી તેમને અનેક પ્રકારના ફાયદા થતા હતા અને અત્યારે આપણને પણ તેના ફાયદા થઈ શકે છે જો મૌન રહીએ તો.
આ બાબતે જાણકારો કહે છે કે મૌન રહેવું એક સાધના સમાન છે. વિજ્ઞાન પ્રમાણે પણ મૌન રહેવાના ઘણા ફાયદા છે. જેમ કે, 2 મિનિટ પળાયેલું મૌન મધુર સંગીત સાંભળવા કરતા પણ વધારે મનને શાંતિ આપે છે. મૌન રહેવાથી મગજમાં નવી કોશિકાઓ બને છે, જે તણાવ દૂર કરે છે. આ સાથે જ મૌન તમને વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ પ્રદાન કરે છે. શાંત, ગંભીર સ્થળો અને ભાવનાત્મક વાતાવરણ મૌનથી જ પ્રેરિત થાય છે. મૌનથી સંવેદનશીલતા તેમજ યાદશક્તિ પણ વધે છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર જાણકારી છે અને તેના વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.