
દિલ્હઃ- બિહારનો જાતિ આઘારિત વસ્તીગણતરીનો મામલો ગરમાયા બાદ હવે તે સુપ્રિમ કોર્ટ સુઘી પોહંચ્યો છે.અરજી કરનારાએ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે 6 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે હમણ ાઆ મામલે કઈ જ કહી શકાય નહી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલાને કલઈને સુપ્રિમ કોર્ટ એમ કહ્યું કે અમે આ મામલે અત્યારે કંઈ કહી શકીએ નહીં. અરજદારના વકીલે કહ્યું કે બિહાર સરકારે જાતિ ગણતરીના આંકડા સાર્વજનિક કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલે અત્યારે કોઈ ટિપ્પણી કરશે નહીં.
હવે આ મામલાની સુનાવણી 6ઠ્ઠી ઓક્ટોબરે થવાની છે અને તે સમયે તમારી દલીલો સાંભળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કે મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારે સોમવારે બહુપ્રતીક્ષિત જાતિ આધારિત વસ્તી ગણતરીના તારણો જાહેર કર્યા, જેમાં બહાર આવ્યું છે કે રાજ્યની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોનો 63 ટકા હિસ્સો છે.