1. Home
  2. ગુજરાતી
  3. જાતિ આધારિત વસ્તીગણતરીનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હવે 6 ઓક્ટોબરે સુનાવણી
જાતિ આધારિત વસ્તીગણતરીનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હવે 6 ઓક્ટોબરે સુનાવણી

જાતિ આધારિત વસ્તીગણતરીનો મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યો હવે 6 ઓક્ટોબરે સુનાવણી

0

દિલ્હઃ- બિહારનો જાતિ આઘારિત વસ્તીગણતરીનો મામલો ગરમાયા બાદ હવે તે સુપ્રિમ કોર્ટ સુઘી પોહંચ્યો છે.અરજી કરનારાએ કોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે 6 ઓક્ટોબરે સુનાવણી કરવામાં આવશે આ સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે હમણ ાઆ મામલે કઈ જ કહી શકાય નહી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ મામલાને કલઈને સુપ્રિમ કોર્ટ એમ કહ્યું કે અમે આ મામલે અત્યારે કંઈ કહી શકીએ નહીં. અરજદારના વકીલે કહ્યું કે બિહાર સરકારે જાતિ ગણતરીના આંકડા સાર્વજનિક કર્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલે અત્યારે કોઈ ટિપ્પણી કરશે નહીં.

હવે આ મામલાની સુનાવણી 6ઠ્ઠી ઓક્ટોબરે થવાની છે અને તે સમયે તમારી દલીલો સાંભળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  કે મુખ્યમંત્રી નીતીશ કુમારની આગેવાની હેઠળની બિહાર સરકારે સોમવારે બહુપ્રતીક્ષિત જાતિ આધારિત વસ્તી ગણતરીના તારણો જાહેર કર્યા, જેમાં બહાર આવ્યું છે કે રાજ્યની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોનો 63 ટકા હિસ્સો છે. 

 અહીં જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યની કુલ વસ્તી 13.07 કરોડથી થોડી વધુ છે, જેમાંથી EBC 36 ટકા સાથે સૌથી મોટો સામાજિક વર્ગ છે. આ પછી ઓબીસી 27.13 ટકા છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે OBC જૂથમાં સમાવિષ્ટ યાદવ સમુદાય રાજ્યની કુલ વસ્તીના 14.27 ટકા છે.
 આ સમુદાય રાજ્યમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યા પછી બિહાર સરકારે ગયા વર્ષે રાજ્યમાં જાતિ આધારિત ગણતરીનો આદેશ આપ્યો હતો કે તે સામાન્ય વસ્તી ગણતરીના ભાગ રૂપે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયની અન્ય જાતિઓની ગણતરી કરી શકશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.