
- કેન્દ્ર એ મંકિપોક્સને લઈને ચિંતા વ્યક્ત કરી
- તમામ રાજ્યોને લખ્યો પત્ર લખીને એલર્ટ કરાયા
દિલ્હીઃ- વિશ્વભરમાં મંકિપોક્સને લઈને ચિંતા જોવા મળી રહી છે આ પહેલા પણ WHO એ મંકિપોક્સને લઈને તમામ દેશોને ચેતવણ ીઆપી હતી ત્યારે હવે ફરી એક વખત શંકાસ્પદ દર્દી મળીઆવતા કેન્દ્રની ચિંતા વધી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ આવ્યો છે, જે વિદેશથી પરત ફરેલી વ્યક્તિ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે વિદેશથી પરત ફરેલા વ્યક્તિને મંકીપોક્સના લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જો કે કેન્દ્ર એ હવે મંકિપોક્સને લઈને ચિંતા વ્યક્ત કરતા તમામ રાજ્યોને પત્ર લખીને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.
વિદેશના કેસોને ધ્યાનમાં લઈને ભારત સરકારે તકેદારી વધારી છે.આજરોજ ગુરુવારે કેન્દ્ર સરકારે રાજ્યોને મંકીપોક્સ અંગે ચેતવણી આપી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, મુખ્ય સચિવો અને આરોગ્ય સચિવોને પત્ર લખીને તેમને વધારાની સાવચેતી રાખવા અને આ મામલે આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે.
આરોગ્ય મંત્રાલયે સૂચના આપી છે કે રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે જ્યાંથી લોકો આવી રહ્યા હોય ત્યાં તકેદારી વધારે. રોગ નિરિક્ષણ ટીમથી લઈને ડોકટરોને આ સ્થળોએ તૈનાત કરવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકોમાં લક્ષણો જોવા મળે છે તેમની તપાસની સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં મંકીપોક્સ ન ફેલાય તે માટે ખાસ વિદેશથી આવતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, મંકીપોક્સ એ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાયેલ ચેપી રોગ છે અને તેના લક્ષણો શીતળાના દર્દીઓ જેવા જ હોય છે.શરીર પર ફુલ્લાઓ નીકળે છે,ત્યારે હવે પાણી આવે તે પહેલા પાર બાંધવાની કહેવતને અનુસરતા ભારત સરકાર પણ સતર્ક બની છે.