
કેન્દ્ર સરકારે એસઆઈઆઈને કોવિશીલ્ડ વેક્સિનના બીજા એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર
- કેન્દ્રએ કોવિશીલ્ડના બીજા ડોઝનો પણ ઓર્ડર આપ્યો
- વેક્સિનની કિમંત 210 રુપિયા જીએસટી સાથે
દિલ્હીઃ-ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેસ્કિન કોવિશિલ્ડના એક કરોડ ડોઝ સપ્લાય કરવા બાબતે કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને બીજો આદેશ જારી કર્યો છે. કોવિશિલ્ડ વેક્સિનની કિમંત જીએસટી સહિત 210 રૂપિયા છે.
જાહેર ક્ષેત્રના ઉપક્રમે એચએલએલ લાઈફકેર લિમિટેડએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સપ્લાયનો આદેશ આપ્યો છે. આ આદેશ પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સરકારી અને નિયમનકારી બાબતોના નિયામક પ્રકાશ કુમાર સિંહના નામે જારી કરવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણ કે, 11 જાન્યુઆરીના રોજ સરકારે કોવિશિલ્ડના 231 કરોડ રુપિયાના 1.1 કરોડ ડોઝ આપવાનો આદેશ આપ્યો હતો.ત્યારે હવે વિતેલા દિવસને બુધવારે આપવામાં આવેલો ડોઝનો ઓર્ડર મળીને 441 કરોડની કિંમતની કોવિશિલ્ડ રસીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે 11 જાન્યુઆરીના રોજ એસઆઈઆઈને 1.1 કરોડ ડોઝના પહેલો ઓર્ડર આપવા ઉપરાંત રૂ .4,5 કરોડની વેક્સિન ખરીદવાનું પણ વચન આપ્યું હતું.ત્યારે ભારતે એસ.એસ.આઈ.ના કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની દેશી કોરોનાની કોવેક્સિનના ઉપયોગને ઈમરજન્સીની પરિસ્થિતિઓમાં મંજૂરી આપી છે.
સાહિન-