આ તળાવ પર જોવા મળે છે કુદરતનો કરિશ્મા,અહીં હવામાં લટકે છે પથ્થરો, જાણો રહસ્ય
- તળાવ પર કુદરતનો કરિશ્મા
- અહીં હવામાં લટકે છે પથ્થરો
- તમે જોઈને જ દંગ રહી જશો
કુદરતે ઘણી એવી વસ્તુઓ આપી છે જે આપણને ખૂબ જ આકર્ષે છે, તેમાંથી એક તળાવ છે, તળાવો કોઈપણ જગ્યાએ સુંદરતા અને આકર્ષણનું કેન્દ્ર બની જાય છે, પરંતુ ક્યારેક આ પ્રકૃતિ ખૂબ જ નાજુક અને આશ્ચર્યજનક સર્જન કરે છે. જેને જોઈને સામાન્ય માણસ પણ દંગ રહી જાય છે.ત્યારે આજે અમે તમને એક એવા તળાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં સદીઓથી એક પથ્થર હવામાં લટકતો રહે છે. આ પથ્થરને જોઈને એવું લાગે કે આ પથ્થર પાણીનું ટીપું છે!
અમે વાત કરી રહ્યા છીએ બૈકલ તળાવની, જે વિશ્વનું સૌથી ઊંડું અને સૌથી વિચિત્ર તળાવ છે. તેને વિશ્વનું સૌથી જૂનું તળાવ પણ માનવામાં આવે છે, આ તળાવની વિશિષ્ટતાને કારણે તેને બર્ડ ઓફ રસિયા પણ કહેવામાં આવે છે. આ સરોવર ઉપર એક ભારે પથ્થર મૂકવામાં આવ્યો છે. જે કુદરતના કરિશ્માથી કમ નથી. શિયાળાની ઋતુમાં, જ્યારે બૈકલ સરોવરમાં બરફ જામી જાય છે, અને તે અલગ-અલગ આકૃતિઓમાં ફેરવાય જાય છે.જો સરોવરના તળિયેથી ઉપર સુધી કોઈ પણ પ્રકારનું ઉત્કૃષ્ટતા હોય, તો તેની ઉપરની વસ્તુ બહાર આવી જાય છે અને તે હવામાં લટકતી જોવા મળે છે.
The Baikal Zen Stones
On the frozen surface of Lake Baikal, in Siberia, gusts of wind bring stones. During the day, the sun heats the top and the edges of the stone. The reflected heat melts the ice, forming a basin all around the stone! pic.twitter.com/hvludUjzBT— ♉gary med✨ (@garymed) July 17, 2020
યુનિવર્સિટી ઓફ લિયોન ભૌતિકશાસ્ત્રી નિકોલસ ટેબરલનું કહેવું છે કે,હવામાં લટકતા જેન સ્ટોનને જોવા અત્યંત દુર્લભ છે, કારણ કે,તે પ્રકૃતિનો એવો આશ્ચર્યજનક નજારો છે કે તેને જોવો ખૂબ જ મુશ્કેલ છે. નાસાના એમ્સ રિસોર્ટ સેન્ટરના વૈજ્ઞાનિક જેફ મૂરનું કહેવું છે કે,આ વ્યાખ્યા ખોટી છે કે બરફ થીજી જવાને કારણે આ પથ્થરો ઉપર રહે છે, કારણ કે બરફ તળાવની અંદર સુધી જામતો નથી પણ ઉપર થીજી જાય છે. નીચે પાણીનો પ્રવાહ છે અને વહેતું પાણી કોઈપણ ભારે વસ્તુને વધુ ખસેડી શકતું નથી સિવાય કે પ્રવાહ ઝડપી બને.
સાઇબેરિયાના નેચર ફોટોગ્રાફર ઓલ્ગા ઝિમાએ તાજેતરમાં જ આ જેન સ્ટોનનો ફોટો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને બેસ્ટ ઓફ રસિયા ફોટો કોન્ટેસ્ટમાં સૌથી વધુ ઈનામ પણ મળ્યું છે. પોતાની આ તસવીર અંગે ઓલ્ગાનું કહેવું છે કે, આ તસવીર શાંતિ અને સંતુલન દર્શાવે છે. એક ભારે પથ્થર બરફની પાતળી અને નાજુક ટોચ પર ટકેલો હોવાથી પ્રકૃતિનું આ સંતુલન જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ શકે છે.