
કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, માત્ર બેંગલુરુમાં જ 4 હજાર કેસ નોંધાતા સીએમ એ આપ્યા આ આદેશ
બેંગલુરુ – દેશભરમાં ડેન્ગ્યુના કેસ છૂટા છવાયા જોવા મળી રહ્યા છે ત્યારે કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર ફેલાયો છે એક જ શહેરમાં 4 હજારથી વઘુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કહેરને લઈને રાજ્યના સીએમએ દિશા નિર્દેશ પણ જારી કર્યા છે.
રાજ્ય સરકાર હવે તેમને નિયંત્રિત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીઓને પાણીજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે સાવચેતીનાં પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. લોકોને તેમની આસપાસની સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પણ વિનંતી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં સાત હજારથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. તેમાંથી ચાર હજારથી વધુ કેસો એકલા બેંગ્લોર શહેરના હતા. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમણે ડેન્ગ્યુના ઝડપી પ્રસાર અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વાત કરી. તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા સૂચના આપી હતી.
બેંગલુરુમાં મચ્છરોને કાબૂમાં લેવા માટે દવાઓનો છંટકાવ, જ્યાં પાણી એકઠું થાય છે તે સ્થાનોને ઓળખવા અને સાફ કરવા સહિતના અસરકારક પગલાં અપનાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હું જનતાને વિનંતી કરું છું કે ઘરની આસપાસ સ્વચ્છતાને પ્રાધાન્ય આપો અને મચ્છર કરડવાથી સાવચેત રહો. ડેન્ગ્યુથી ડરશો નહીં, જાગૃત રહો.
આ સહીત કર્ણાટકના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન દિનેશ ગુંડુ રાવે શુક્રવારે ડેન્ગ્યુની અસરકારક દેખરેખ અને નિવારણ માટે રોગ સર્વેલન્સ ડેશબોર્ડ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી.હાલમાં ડેશબોર્ડ અને મોબાઈલ એપ બંને ડેન્ગ્યુ પર કેન્દ્રિત છે. જો કે, તેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં વધારાના રોગોમાં વધારો કરવાનો છે