1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં નેશનલ હાઈવેની પણ બિસ્માર હાલત, રાજ્ય સરકારે કેન્દ્રને હજુ રજુઆત પણ કરી નથીઃ મોઢવાડિયા
ગુજરાતમાં નેશનલ હાઈવેની પણ બિસ્માર હાલત, રાજ્ય સરકારે કેન્દ્રને હજુ રજુઆત પણ કરી નથીઃ મોઢવાડિયા

ગુજરાતમાં નેશનલ હાઈવેની પણ બિસ્માર હાલત, રાજ્ય સરકારે કેન્દ્રને હજુ રજુઆત પણ કરી નથીઃ મોઢવાડિયા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના આંતરિક રસ્તાઓ જ નહીં પણ સ્ટેટ અને નેશનલ હાઈવે પણ ધોવાઈ ગયા છે. રાજ્ય સરકારે સ્ટેટ હાઈવેને મરામત કરવાનું કામ ચાલું કરી દીધુ છે પણ નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ હજુ પુરાયા નથી, આટલી ગંભીર સ્થિતિ છતાં ગુજરાતમાં નેશનલ હાઈવે ના સમારકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધી નેશનલ હાઈવે ઓથોરિટી કે કેન્દ્રીય માર્ગ અને પરિવહ મંત્રીને એકપણ રજુઆત કરી નથી. આથી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ નેશનલ હાઈવે નંબર આઠનો વીડિયો ટ્વિટર પર ટ્વીટ કરીને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી  નિતીન ગડકરીને સમારકામ માટે કરી રજુઆત કરી છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને સરકાર પર આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં સમખીયાળી-પાલનપુર, ભાવનગર-સોમાનથ-દ્વારકા અને અમદાવાદ-હિંમતનગરમાંથી પસાર થતા નેશનલ હાઈ-વેની સ્થિતિ અત્યંત બિસ્માર છે. માત્ર નેશનલ હાઈવે નંબર આઠની બિસ્માર સ્થિતિના કારણે દર સપ્તાહે ત્રણ થી ચાર ગમખ્વાર અકસ્માત સર્જાય છે, જેમાં ત્રણ થી પાંચ લોકોના મોત થાય છે. રાજ્યની ભાજપ સરકાર એટલી બધી અસંવેદનશીલ બની ચુકી છે કે ગુજરાતીઓને પડી રહેલી હાલાકી અને અકસ્માતમાં મોતની કંઈ જ પડી નથી. ? આટલી ગંભીર સ્થિતી છતાં ગુજરાતમાં નેશનલ હાઈવેના સમારકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધી નેશનલ હાઈવે ઓથોરિટી કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીને એકપણ રજુઆત કરી નથી.

અમદાવાદમાં પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને રૂ.100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. બીજીતરફ LPG સિલેન્ડરના ભાવ વધારાને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર પ્રહાર શરૂ કર્યા છે. તેઓએ ભાજપ સરકારની ‘ફેસ્ટિવલ મોંઘવારી ઓફર’ ગણાવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code