દેશનું UPI આજે સિંગાપોરના Pay-Now સાથે જોડાશે, બંને દેશોના પીએમની સાક્ષી બનશે
- દેશનું UPI આજે સિંગાપોરના Pay-Now સાથે જોડાશે
- બંને દેશોના પીએમની સાક્ષી બનશે
દિલ્હીઃ- ભારતમાં ઓનલાઈન પેમેન્ટની દિશામાં અનેક પ્રગતિ જોવા મળી રહી છે મોટાભાગના લોકો હવે ડિજિટલ પેમેન્ટમાં માનતા થયા છએ ત્યારે યુપીઆઈથી થતી ચૂકવણી વિશ્વભરમાં લોકપ્રિયતા મળવી રહી છે.હવે ભારતનું યુપીઆઈ સિંગાપોર સાથે પણ કનેક્ટ કરવાની કવાયત સફળ બનવા જઈ રહી છે.
આ સુવિધા ભારતીય રિઝર્વ બેંના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર ના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન દ્વારા શરૂ કરવામાં આવશે. જે ભારતના શ્રેષ્ઠ ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વૈશ્વિકીકરણને આગળ વધારવામાં વડાપ્રધાન મોદીનું દૂરંદેશી નેતૃત્વ મહત્ત્વપૂર્ણ રહ્યું છે.
પ્રાપ્ત વિગત પ્રરમાણે ના PayNow અને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટીનો આજથી આરંભ થી જશે. આ સાથે, બંને દેશો વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી હેઠળ ખૂબ જ સરળતા અને ઝડપ સાથે નાણાં ટ્રાન્સફર કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ સેવાથઈ સિંગાપોરમાં રહેતા ભારતીયો હવે UPI દ્વારા ભારતમાં રુયિાની લેવડ દેવડ ઓનલાઈન કરી શકે છે. ઉપરાંત, સિંગાપોરમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીના માતા-પિતા ખૂબ જ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરીને UPI દ્વારા પૈસા મોકલી શકશે.