
ભારતીયોમાં ખાદીના વસ્ત્રોનું ચલણ વધ્યું, 9 મહિનામાં 3 હજાર કરોડથી વધુનું વેચાણ
નવી દિલ્હીઃ હાલના સમયમાં ખાદીની લોકપ્રિયતા વધીને છે અને તેને આજની યુવા પેઢી સ્વિકારી રહી છે. જેથી હવે ખાદી એક મોટુ બ્રાન્ડ બની રહ્યું છે. જેનું અનુમાન ખાદીના વેચાંણના આંકડા ઉપરથી લગાવી શકાય છે. ચાલુ વર્ષે પ્રથમ નવ મહિનામાં ખાદીનું વેચાણનો આંકડો રૂ. 3 હજાર કરોડથી પાર થઈ ગયો છે.
એમએસએમઈ રાજ્યમંજ્ઞી ભાનુપ્રતાપ સિંહ વર્માએ લોકસભામાં જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષમાં ખાદીનું વેચાણ રૂ. 3527.71 કરોડનું થયું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસ્મેબર 2021માં રૂ. 3030 કરોડના ખાદીનું વેચાણ થયું હતું. સરકાર ખાદી અને પારંપરિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે કામગીરી કરી રહ્યું છે. નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના ટેક્નિકલ મદદથી ખાદી માટે સેન્ટર ઓફ એક્સીલેન્સ બનાવવા, પ્રદર્શનનું આયોજન કરવું વગેરે સામેલ છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય ખાદી ગ્રામોદ્યોગ આયોગએ જર્મની, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, બહરીન, ઓમાન, કુવેત, સઉડી અરબ, મેક્સિકો અને માલદીવ સહિત 17 દેશોમાં ખાદી ટ્રેડમાર્કને રજિસ્ટર કરાવી ચુક્યું છે.
ગયા વર્ષે ગાંધી જ્યંતિના પ્રસંગ્રે દિલ્હી સ્થિત ખાદી ઈન્ડિયાના એક માત્ર સ્ટોરએ રૂ. એક કરોડથી વધારેનું ખાદીનું વેચાણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવાર-નવાર ખાદીના વસ્ત્રો ધારણ કરે છે એટલું જ નહીં ખાદીને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરી રહ્યાં છે. મહાત્માગાંધીએ ભારતમાં ખાદીને આઝાદીની લડાઈમાં હથિયાર બનાવ્યું હતું. આ કારણથી ખાદીનું પ્રતિકાત્મક અને રાજનૈતિક મહત્વ છે. ક્નોટ પ્લેસ સ્થિત ખાદી ઈન્ડિયાના ફ્લેગશિય સ્ટોર વર્ષ 2018 બાદ દર વર્ષે 2 ઓક્ટોબર ઉપર રૂ. એક કરોડથી વધુના ખાદીની વસ્તુઓનું વેચાણ થાય છે.