1. Home
  2. ગુજરાતી
  3. કેરળમાં વરસાદના કારણે શબરીમાલા મંદિરના કપાટ એક દિવસ માટે બંધ કરાયા
કેરળમાં વરસાદના કારણે શબરીમાલા મંદિરના કપાટ એક દિવસ માટે બંધ કરાયા

કેરળમાં વરસાદના કારણે શબરીમાલા મંદિરના કપાટ એક દિવસ માટે બંધ કરાયા

0
Social Share
  • કેરળમાં વરસાદનો પ્રકોપ
  • શબરીમાલા મંદિરના કપાડ એક દિવસ માટે બંધ

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં ભારે વરસાદના કારણે મુશ્કેલી સર્જાય છે,જેના લઈને કારણે ફરી એકવાર ભગવાન અયપ્પાના ભક્તો માટે નિરાશાના સમાચાર સામે આવી રહ્યા છે.અંહી વરસાદના કારણે પાણી ભરાવા અને સંભવિત જોખમ વધવાને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રે સબરીમાલા મંદિરના દરવાજા શનિવાર માટે બંધ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે આ સમાચારથી ભક્તો નિરાશ થયા છે,કારણ કે લોકોને શનિવારે પથાનમથિટ્ટા જિલ્લામાં સબરીમાલા મંદિરમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.જો કે વરસાદના કારણે આ નિર્ણય લેવો પણ એટલો જ યોગ્ય કહી શકાય છે,

આ સમગ્ર બાબતે વહીવટીતંત્રનું કહેવું છે કે પંબા નદીના જળસ્તર વધવાને કારણે પંબા ડેમનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે, જેને આજ રોજ દિવસભરમાં એકવખત ખોલવામાં આવશે. આ ઉપરાંત કક્કી-અનાથોડ જળાશયમાં પણ પાણીનું સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે  પથાનમથિટ્ટા જિલ્લા કલેક્ટર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે કે શનિવારે પમ્બા અને સબરીમાલાની યાત્રા પર પ્રતિબંધ રહેશે. જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી કે જે ભક્તોએ વર્ચ્યુઅલ કતાર બુક કરી છે તેઓને જ્યારે હવામાન સારું રહેશે ત્યારે તેમના સ્લોટ પ્રમાણે દર્શન કરાવા દેવાની તક આપવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code