
બોક્સ ઓફિસ પર પાછી ઘટી ‘ફાઈટર’ની કમાણી, એક અઠવાડીયામાં બસ આટલું કમાઈ શકી
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરને ક્રિટિક્સ અને ઓડિયન્સ બંન્નેએ પસંદ કરી છે. પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. ફિલ્મની કમાણી દરરોજ ઘટી રહી છે. આ ફિલ્મ અઠવાડીયામાં પણ 150 કરોડની ક્લબમાં સામેલ થઈ શકી નથી. ફિલ્મનું સાતમા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. જેમાં કંઈ ખાસ નથી. ફિલ્મની હાલત બગડતી જાય છે.
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઈટરને સિદ્ધાર્થ આનંદેએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં રિતિક અને દીપિકાની સાથે અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આટલી મોટી સ્ટારકાસ્ટ ફિલ્મનું કલેક્શન વધારી શકતી નથી.
ફાઈટરનું સાતમા દિવસનું કલેક્શન સામે આવી ગયું છે. ફિલ્મે લગભગ 6.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
ફાઈટરએ પહેલા દિવસે 22.5 કરોડ, બીજા દિવસે 39.5 કરોડ, ત્રીજા દિવસે 27.5 કરોડ, ચોથા દિવસે 29 કરોડ, પાંચમા દિવસે 8 કરોડ અને છઠ્ઠા દિવસે 7.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે કુલ કલેક્શન 140.35 કરોડ થઈ ગયું છે. આ વિકેન્ડમા ફિલ્મ સરળતાથી રૂ. 150 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.
ફાઈટર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 26મી જાન્યુઆરીની રજાથી આ ફિલ્મને ઘણો ફાયદો થયો છે. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં ઉછાળો આવ્યો હતો. ફિલ્મે બીજા દિવસે 39 કરોડનું કલેક્શન કર્યું હતું. પ્રજાસત્તાક દિન જેટલો કલેક્ટ ફાઈટરએ અન્ય કોઈ દિવસે કર્યો નથી. આ અઠવાડિયે કોઈ મોટી ફિલ્મ રિલીઝ ન થઈ રહી હોવાનો ફાયદો ફાઈટરને પણ થવાનો છે.