
દેશમાં સાત વર્ષમાં બનાવેલી નીતિઓથી અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહ્યું છેઃ પીએમ મોદી
દેશ હાલમાં 100 વર્ષમાં આવેલી સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે. કોરોના સમયગાળો વિશ્વ માટે ઘણા પડકારો લઈને આવ્યો છે. વિશ્વ એક એવા ક્રોસરોડ્સ પર સ્થિર થઈ ગયું છે જ્યાં વળાંક નિશ્ચિત છે. આગળ હવે આપણે જે દુનિયા જોવાના છીએ તે કોરોના પહેલા જેવી નહીં હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
નવી દિલ્હીમાં બજેટને લઈને બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું- નાણામંત્રી દ્વારા રજૂ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટમાં દેશને આધુનિકતા તરફ લઈ જવાની દિશામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં છે. છેલ્લા 7 વર્ષમાં જે નીતિઓ બનાવવામાં આવી હતી, જેના કારણે અગાઉની નીતિઓની ભૂલોને સુધારી લેવામાં આવી હતી, જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે.
નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ થયાના એક દિવસ પછી બુધવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને નિફ્ટી 17,650ને વટાવી ગયો. આ દરમિયાન, 30 શેરનો સૂચકાંક 416.56 પોઈન્ટ અથવા 0.71 ટકા વધીને 59,279.13 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 117.95 પોઈન્ટ અથવા 0.67 ટકા વધીને 17,694.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.