
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની કવાયત તેજ બની, સપ્ટેમ્બર સુધીમાં અધ્યક્ષ પસંદ કરાશે
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડીને મોદી સરકારમાં કેબિનેટ બનાવવામાં આવ્યાં છે. જેના પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે કોણ બનશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન ભાજપામાં આગામી સપ્ટેમ્બર સુધીમાં નવા અધ્યક્ષની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જ્યાં સુધી નવા અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી જે.પી.નડ્ડા જ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળશે. જે.પી.નડ્ડાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જે.પી.નડ્ડી 2019 લોકસભા ચૂંટણી બાદ જાન્યુઆરી 2020માં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયાં હતા. જે.પી.નડ્ડાનો અધ્યક્ષકાળ જાન્યુઆરી 2023માં પૂર્ણ થઈ રહ્યો હતો. જો કે, લોકસભાની ચૂંટણીને લઈને તેમનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો. જો કે, ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને નવી સરકારમાં જે.પી.નડ્ડીને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેથી ભાજપાના નવા અધ્યક્ષને લઈને ચર્ચાઓ તેજ બની હતી. જે.પી.નડ્ડાના અધ્યક્ષ સ્થાને દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનમાં વધારે સારુ રહ્યું છે. એટલું જ નહીં તેમના કાર્યકાળમાં જ ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં 240 જેટલી બેઠકો હાંસલ કરી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ મોદીના મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેથી ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ તેજ બની છે. સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠલ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ 157 જેટલી બેઠકો ઉપર ભવ્ય જીત મેળવી હતી. એટલું જ નહીં લોકસભાની ચૂંટણીમાં ભાજપાએ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે.