1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘ગદર 2’ એક સપ્તાહ બાદ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી જોવા મળી
ફિલ્મ ‘ગદર 2’ એક સપ્તાહ બાદ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી જોવા મળી

ફિલ્મ ‘ગદર 2’ એક સપ્તાહ બાદ પણ બોક્સ ઓફિસ પર છવાયેલી જોવા મળી

0
Social Share

 

મુંબઈઃ- 11 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી સનિ દેઓલ અને એમિષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં ઘમાલ મચાવી રહી છે.22 વર્ષ બાદ ફિલ્મના બીજા ભાગે દર્શકોનો ભારે ઉત્સાહ વઘાર્યો છે ા ફિલ્મે માત્ર 8 દિવસમાં જ 300 કરોડની ક્લબમાં પ્રવેશી ચૂકી છે,જ્યારે 100 કરોડની ક્લબમાં સામેલ થવામાં માત્ર 3 દિવસનો સમય લાગ્યો હતો.

ફિલ્મની રિલીઝનું બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે પરંતુ તેની ફિલ્મની કમાણી પર કોઈ અસર થઈ નથી. સની દેઓલની જોરદાર એક્ટિંગ જોવા માટે દર્શકો સિનેમાઘરો તરફ વળ્યા છે. ‘ગદર 2’એ પણ 8માં દિવસે જોરદાર ઝડપ સાથે 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પઠાણ બાદ સની દેઓલની આ આંકડો પહોંચનારી બીજી ફિલ્મ બની છે.હવે તે 304 કરોડ સુઘી પહોંચી ચૂકી છે.
આ ફિલ્મ ગદરનો બીજો ભાગ છે જે 22 વર્ષ બાદ રિલીઝ કરવામાં આવ્યો છે બે દાયકા બાદ સ્ક્રીન પર વાપસી કરનાર ગદર 2 એ સિનેમાઘરોમાં ઘૂમ મચાવી છે, ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડ્યા છે આ વર્ષની વઘુ કમાણી ઓછા દિવસમાં કરનારી ફિલ્મ બની છે.
 ‘ગદર 2’ એ તેના બીજા શનિવારે લગભગ 50 ટકા જેટલો ઉછાળો જોયો છે. આ ફિલ્મે 9માં દિવસે બોક્સ ઓફિસ પર 32-33 કરોડનો બિઝનેસ કર્યો છે. સતત 6 દિવસમાં 30 કરોડથી વધુની કમાણી કરનાર ગદર 2 ફરી એકવાર આ આંકડો પાર કરી ગયો છે. કુલ નેટ કલેક્શનની વાત કરીએ તો કમાણી 335 કરોડને પાર કરી ગઈ છે.
સની દેઓલની ફિલ્મ ગદર 2 જેણે તેના 40 કરોડનો મજબૂત ઓપિન કરી હતી, તેણે આઠમા દિવસે પણ બોક્સ ઓફિસ પર તેની જબરદસ્ત પકડ જાળવી રાખી હતી.આ ફિલ્મે દરરોજ નવા રેકોર્ડ તોડીને 6 દિવસમાં 250 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મનું છઠ્ઠા દિવસે ભારતમાં 34.50 કરોડની શાનદાર કમાણી કરી હતી, ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો અને હવે ગદર 2નું 6 દિવસનું કલેક્શન 263.48 કરોડ થઈ ગયું છે એટલે કે થોડા જ દિવસોમાં આ ફિલ્મ 300 કરોડની ક્લબમાં સમાવનેશ પામી ચૂકી.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code