
- ઓમિક્રોનના પ્રથમ દર્દીને રજા આપવામાં આવી
- દર્દી ઓમિક્રોનમાંથી સ્વસ્થ થયો
- પ્રથમ દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયો હતો જે વિદેશથી આવ્યો હતો
મુંબઈ – સમગ્ર દેશભરમાં જ્યા ઓમિક્રોન વેરિએન્ટનો ભય જોવા મળી રહ્યો છે ત્યા ઓમિક્રોન વાયરસને લીને સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહેતા કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત રાજ્યના પ્રથમ દર્દીને બુધવારે નેગેટિવ રિપોર્ટ મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ઓમિક્રોનથી સંક્રમિત આ 33 વર્ષીય દર્દી, વ્યવસાયે મરીન એન્જિનિયર અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારનો રહેવાસી છે, નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકાથી દુબઈ થઈને દિલ્હી એરપોર્ટ પર આવ્યો હતો.જ્યા સ્ક્રિનિંગ દરમિયાન તે પોઝિટિવ મળી આવ્યો હતો ત્યાર બાદ તપાસ કરતા ખબર પડી કે તે ઓમનિક્રોનથી સંક્રમિત હતો.
આ સાથે જ 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી ફ્લાઈટમાં આવ્યો હતો. નવી દિલ્હી એરપોર્ટ પર આગમન પર તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે તે મુંબઈ પહોંચ્યો ત્યારે દિલ્હી એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું કે તેનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓએ ત્યારબાદ જીનોમ સિક્વન્સિંગ માટે તેના સ્વેબ સેમ્પલ મોકલ્યા અને ટેસ્ટ રિપોર્ટમાં પુષ્ટિ થઈ કે તે ઓમિક્રોનથી સંક્રમિત હતો.
દર્દીને શહેરના કલ્યાણ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી બુધવારે સાંજે 6 વાગ્યે તેને રજા આપવામાં આવી હતી. તેને રજા આપવાનું કારણ તેનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. માનક પ્રોટોકોલ મુજબ, તેના બે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને બંને નેગેટિવ આવ્યા હતા. તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે અને તેને કોઈ લક્ષણો નથી. તેમ છતાં, તે વ્યક્તિને સાત દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે,