1. Home
  2. ગુજરાતી
  3. ભારતના તે કિલ્લાઓ જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ અને અદભૂત નજારો જોઈ શકાય છે
ભારતના તે કિલ્લાઓ જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ અને અદભૂત નજારો જોઈ શકાય છે

ભારતના તે કિલ્લાઓ જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ અને અદભૂત નજારો જોઈ શકાય છે

0
Social Share
  • ભારતમાં ઘણા એવા સુંદર કિલ્લાઓ
  • જ્યાંથી જોવા મળશે સમુદ્રનો નજારો

ઊંચાઈ પરથી સમુદ્રનો નજારો ખૂબ જ અદભૂત હોય છે અને કિલ્લાઓ પરથી જોવાનો મોકો મળે તો અલગ વાત છે. ભારતમાં આવા ઘણા કિલ્લાઓ છે, જ્યાંથી સમુદ્રનો શ્રેષ્ઠ નજારો જોઈ શકાય છે. તો એક નજર નાખીએ આ કિલ્લાઓ પર…

દીવનો કિલ્લો, દીવઃ દમણ અને દીવનો આ કિલ્લો પેસિફિક મહાસાગરના કિનારે આવેલો છે.આ કિલ્લામાં ઘણી બધી બારીઓ હાજર છે, જ્યાંથી સમુદ્રનો સુંદર નજારો જોઈ શકાય છે. જો કે, આ કિલ્લો માત્ર દેશી જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓનું પણ પ્રિય સ્થળ માનવામાં આવે છે.

અગુઆડા ફોર્ટ, ગોવાઃ બોલિવૂડની ફેમસ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ના ઘણા સીન આ કિલ્લા પર શૂટ કરવામાં આવ્યા હતા. આ કિલ્લામાં તમને પોર્ટુગીઝ આર્કિટેક્ચર જોવા મળશે.

મુરુડ જંજીરા, મહારાષ્ટ્રઃ ઈંડાના આકારમાં આ એક આકર્ષક કિલ્લો છે. મહારાષ્ટ્રના મુરુડના દરિયાકાંઠાના ગામમાં સ્થિત આ કિલ્લા પરથી સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. જો તમે મહારાષ્ટ્ર જઈ રહ્યા છો, તો આ જગ્યાની મુલાકાત ચોક્કસ લો.

બેકલ ફોર્ટ, કેરળ: દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં સ્થિત બેકલ કિલ્લા પરથી જોવા મળતો સમુદ્રનો નજારો મનમોહક છે.આ કિલ્લાની ટોચ પર ઊભા રહીને કેરળની સુંદરતા નજીકથી જોઈ શકાય છે.

સુવર્ણદુર્ગ કિલ્લો, મહારાષ્ટ્ર: તેને સુવર્ણ કિલ્લો પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે,તેનો ઈતિહાસ મરાઠા સામ્રાજ્ય સાથે જોડાયેલો છે.એવું માનવામાં આવે છે કે,મરાઠાઓએ તેમના દરિયાઈ વિસ્તારોને દુશ્મનોથી બચાવવા માટે આ કિલ્લો બનાવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code