1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેરાંચીમાં ચોથી ટેસ્ટ મેચનો થયો પ્રારંભ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેરાંચીમાં ચોથી ટેસ્ટ મેચનો થયો પ્રારંભ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેરાંચીમાં ચોથી ટેસ્ટ મેચનો થયો પ્રારંભ

0
Social Share

નવી દિલ્હીઃ આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રાંચીના JSCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સવારથી શરૂ થઈ ગઈ છે. ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. બીજી તરફ ઈંગ્લેન્ડ આ શ્રેણીમાં જીવંત રહેવા માટે આ મેચ જીતવાનો પ્રયાસ કરશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે રમત ચાલુ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે ઝડપી બોલર આકાશદીપને ટેસ્ટ ડેબ્યૂ માટે તક આપી છે. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ રાંચી ટેસ્ટ જીતીને શ્રેણી 2-2થી બરાબર કરવા ઈચ્છશે.

ઈંગ્લેન્ડના પ્લેઈંગ 11 – જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન અને શોએબ બશીર.

ભારતના પ્લેઈંગ 11 – રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશદીપ અને મોહમ્મદ સિરાજ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code