1. Home
  2. ગુજરાતી
  3. લાંબા સમય બાદ શામળાજી મંદિરના દ્વાર ખોલવામાં આવશે, કોરોના સંક્રમણને રોકવા માટે બંધ થયુ હતુ મંદિર
લાંબા સમય બાદ શામળાજી મંદિરના દ્વાર ખોલવામાં આવશે, કોરોના સંક્રમણને રોકવા માટે બંધ થયુ હતુ મંદિર

લાંબા સમય બાદ શામળાજી મંદિરના દ્વાર ખોલવામાં આવશે, કોરોના સંક્રમણને રોકવા માટે બંધ થયુ હતુ મંદિર

0
Social Share
  • ભગવાન શામળિયાના ભક્તો માટે આવ્યા સારા સમાચાર
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલ થી દર્શન માટે મુકાશે ખુલ્લું
  • ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકશે

ભગવાન શામળિયાના ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે..ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલ થી દર્શન માટે ખુલ્લું કરવામાં આવશે.ભક્તો પહેલી જૂનને મંગળવાર થી ભગવાન શામળિયાના દર્શન કરી શકશે.કોરોનાના વધતા સંક્રમણને લઇને મંદિર છેલ્લા દોઢ મહિના કરતા વધારે સમયથી બંધ હતું.

કોરોનાનું સંક્રમણ ઘટતાં મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે અને આવતીકાલ થી ભક્તો શામળિયા ભગવાનના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી શકશે.આ માટે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોએ ખાસ ધ્યાન રાખવું પડશે..ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે..

જો વાત કરવામાં આવે મંદિરોની તો આગામી સમયમાં અન્ય મંદિરોન દ્વાર પણ ભક્તો માટે ખુલી શકે તેમ છે. રાજ્યમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછુ થતા હવે તકેદારી સાથે તમામ વસ્તુઓને શરૂ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે વેગથી ચલાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે કોરોનાવાયરસના કારણે ભક્તોને મંદિરમાં જતા રોકવામાં આવ્યા હતા પરંતુ હવે ભક્તોમાં પણ અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. લોકો પ્રાથના પણ કરી રહ્યા છે કે કોરોનાવાયરસ જેવી બીમારી દેશમાંથી તથા વિશ્વમાંથી જલ્દી જાય તો સારુ.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code