
દેશની સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકારે 97 સ્વદેશી ડ્રોનની ખરિદી કરવાનો નિર્ણય લીધો
દિલ્હીઃ- દેશની સુરક્ષાના મોર્ચે કેન્દ્રના અથાગ પ્રયત્નોથી અનેક સંસાઘનો હવે દેશમાં જ નિર્માણ કરવામાં આવી રપહ્યા છે મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્વદેશી ઉત્રાદને પ્રોત્સાહન મળ્યું છે ત્યારે હવે દેશની સરહદોની સુરક્ષા વધારવા માટે ભારત સરકાર 97 સ્વદેશી ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સરકાર સરહદ સુરક્ષા માટે ભારતમાં બનેલા 97 ડ્રોન ખરીદશે જે 30 કલાક સુધી ઉડવાની ક્ષમતા ઘરાવે છે રાષ્ટ્રીય સુરક્ષા ભારતીય દળો ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર નજર રાખવા માટે દેશમાં બનેલા જ ડ્રોનની ખરિદી કરવા જઈ રહી છે.
જો કે બીજી મહત્વની વાત એ છે કે આ ડ્રોન મેક ઈન ઈન્ડિયા હેઠળ બનાવવામાં આવ્યા છે અને એકસાથે 30 કલાક સુધી ઉડવામાં સક્ષમ છે. જસરહદની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ડ્રોન ખરીદવાનો નિર્ણય કર્યો છે, જેની કિંમત 10 કરોડ આંકવામાં આવી રહી છે.
સરકાર સરહદ સુરક્ષા ને લઈને કોી પમ પ્રકારની બાંઘછોડ કરવા માંગતી નથી દેશે દેશને ઘુસણખોરો તથા આતંકીઓથી સુરક્ષિત રાખવા માંગે છે.ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર નજર રાખવા માટે આ ડ્રોન ખરીદવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મેક ઇન ઇન્ડિયા હેઠળ ડ્રોન બનાવવામાં આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. ભારતીય દળો ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર નજર રાખવા માટે આ ડ્રોન ખૂબ જ મદદરુપ સાબિત થવાની ઘારણાઓ સેવાી રહી છે. યુએસ પાસેથી 31 પ્રિડેટર ડ્રોન ખરીદવાના નિર્ણય બાદ ભારત હવે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ 97 અત્યાધુનિક ડ્રોન ખરીદવા તરફ આગળ વધી રહ્યું છે.